તા. ૧૭ સપ્ટેમ્બર ૨૦૨૦ ગુરૂવારના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭૦માં જન્મદિવસ નિમિતે ગૃહ મંત્રી અમિત શાહ, રાહુલ ગાંધી સહિતના નેતાઓએ શુભેચ્છા પાઠવી છે.

અમિત શાહે પોતાના સંદેશમાં લખ્યું છે કે રાષ્ટ્રસેવા અને ગરીબ કલ્યાણ પ્રતિ સમર્પિત દેશના સર્વપ્રિય નેતા વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીજીને જન્મદિવસની શુભકામનાઓ. કૉંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને સાંસદ રાહુલ ગાંધીએ વડાપ્રધાન મોદીને જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી છે.

નેપાળના વડાપ્રધાન કેપી શર્મા ઓલીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ટ્વિટ કરીને જન્મ દિવસની શુભકામનાઓ આપી છે. દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મ દિવસને ધ્યાને લઈ બીજેપી દ્વારા સાઇકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે.

આ સિવાય દેશના અન્ય પક્ષોના નેતાઓ, નાગરિકો અને સમગ્ર દેશના મોદી ચાહકોએ PM નરેન્દ્રભાઈ મોદીને જન્મદિવસના અભિનંદન પાઠવ્યા છે