ડાંગ જિલ્લાનાં સિત્તેર ગ્રુપ ગ્રામ પંચાયતનાં જાગૃત યુવાનો દ્વારા મંગળવારે સુબીર મામલતદારને જંગલ, જમીન, લાઇટબીલ તેમજ અંતરિયાળ વિસ્તારોમાં નેટવર્ક સમસ્યા સંદર્ભે આવેદન આપ્યુ હતુ.

     ડાંગ જિલ્લાનાં સુબીર તાલુકામાં આવેલી મામલતદાર કચેરીમાં મંગળવારે ડાંગ જિલ્લાનાં સિત્તેર પંચાયતનાં જાગૃત યુવાનોએ આદિવાસીઓનાં જંગલ, જમીન 73AA નાં કાયદા મુજબ આદિવાસીઓને જમીનનાં હક્કો મળે તેમજ લોકડાઉનનાં કારણે લોકોના ધંધા રોજગાર ઠપ્પ થઇ ગયા છે તે બાબતે મામલતદાર ને આવેદન આપવામાં આવ્યું હતું.

મનરેગા યોજના હેઠળ રોજગારી પણ મળી ન હોવાના કારણે લોકો લાઇટ બીલ ભરી શકે તેવી હાલતમાં ન હોય લોકોનું લાઇટબીલ માફ કરવા તેમજ ડાંગ જિલ્લાનાં અંતરિયાળ ગામડામાં નેટવર્ક સમસ્યાને કારણે બાળકો ઓનલાઇન શિક્ષણ મેળવી શકતા નથી. તેથી નેટવર્ક સમસ્યા હલ કરવામાં આવે જેથી બાળકો શિક્ષણ પ્રાપ્ત કરી શકે અને લોકોને ઇમરજન્સી સેવા વગેરેમાં પણ નેટવર્કથી મદદરૂપ થાય તે હેતુપૂર્વક ડાંગનાં સિત્તેર પંચાયતનાં જાગૃત યુવાનોએ સુબીર મામલતદારને આવેદન પત્ર આપી સત્વરે સમસ્યાનું નિરાકરણ લાવવા રજૂઆત કરી હતી. જનતા નિર્ણય લઇ ચુકી છે જોઈએ જવાબદાર વ્યક્તિઓ કયા પગલાં લે છે.