આજે ભારતના એક મહાન એન્જિનિયરનો જન્મ દિવસ છે. જેનું નામ છે મોક્ષગુંડમ વિશ્વેશ્વરૈય. તેમના જન્મદિવસ નિમિત્તે આ દિવસ ઉજવવામાં આવે છે. જેમનો આધુનિક ભારતને નવું સ્વરૂપ આપવા માટે ખૂબ મોટો ફાળો છે.તેમનો જન્મ ૧૫ સપ્ટેમ્બર ૧૮૬૦માં મૈસુરમાં થયો હતો. તેઓએ ૧૮૮૧માં મદ્રાસ યુનિવર્સીટીમાંથી બી.ઈ, ૧૮૮૩મા એન્જીનીયરની કોલેજમાં પ્રવેશ મેળવ્યો આ અભ્યાસ કર્યાબાદ તેમને મુંબઈ સરકાર તરફથી નોકરીની ઓફર મળી .તેમણે નાસિકમાં આસિસ્ટન્ટ એન્જીનીયર તરીકે કામ કર્યું હતું. તેઓ ૧૯૮૨ થી ૧૯૯૨ સુધી તેઓ મૈસુરના દિવાન પણ રહ્યા હતાં.

તેઓએ એન્જીનીયર ક્ષેત્રેમાં કૃષ્ણરાજ સાગર બંધ, ભદ્રવતી આર્યન એન્ડ સ્ટીલ કંપની, મૈસુર ઓઇલ એન્ડ શોપ ફેક્ટરી, મૈસુર વિશ્વવિદ્યાલય, બેંક ઓફ મૈસુર, આ નિર્માણ તેમણે કર્યું છે. તેઓએ બંગ્લોરના છેડે  “જયનગર” નામનું નગર વસાવ્યું હતું.

તેઓ લંડનની એન્જીનીયર સોસાયટીના માનદ સભ્ય હતાં. ૧૯૦૬માં “કેસર- એ- હિન્દ”ની અને ૧૯૧૧માં “કેમ્પિયન ઓફ ધ ઇન્ડીય એમ્પાયર” ૧૯૧૫માં બ્રિટીશ સરકારે “નાઈટ કમાન્ડર ઓફ ધ બ્રિટીશ ઇન્ડિયન એમ્પાયર” , ૧૯૨૧માં કલકત્તા વિશ્વવિદ્યાલય દ્વારા  “ડોટર ઓફ સાયન્સ” , ૧૯૩૭માં હિન્દુ બનારસ વિશ્વ વિદ્યાલય દ્વારા “ડી. લીટ.”,  અને ૧૯૫૫માં ભારતના સર્વોચ્ચ સન્માન “ભારતરત્ન”થી સન્માનિત કરવામાં આવ્યા હતાં. ભારતના આવા ઉમદા અને કાર્યશીલ વ્યક્તિ જેની યાદમાં આ દિવસ મનાવવામાં આવે છે. ભારતની પ્રથમ મહિલા એન્જીનીયર તમિલનાડુની લલીતાબેન હતી.

આ તો થઇ એન્જિનિયર ડે કોની યાદમાં માનવવામાં આવે છે તેની. હવે મુદ્દાની વાત કે આજે એન્જિનિયર ક્ષેત્રની વાસ્તવિકતા શું છે ? સમાજમાં જે ચીલો ચીતરાયો છે કે મારો છોકરો કે છોકરી એન્જિનિયર જ બનાવો કે બનવી જોઈએ  આપણે માનીએ છીએ કે બધા માં-બાપ ના સપના પોતાના સંતાનની ખુશીમાં જ હોય છે પણ સાથે સાથે એ પણ ધ્યાન રાખવું જોઈએ કે કયા ક્ષેત્રની શું વાસ્તવિકતા છે કયું ફિલ્ડ મારા સંતાન માટે સારું છે ચાલો જાણીએ એન્જિનિયર ક્ષેત્રનો ગ્રાઉન્ડ રીપોર્ટ..

ભારતમાં કુલ વિજ્ઞાન અને ટેકનોલોજી ક્ષેત્રે કામ કરતી સંસ્થાઓ ૨૦૧૫-૧૬માં ૬૪૨૯ હતી. કુલ એનરોલ્મેન્ટ થયેલા વિધાથીર્ઓ ૩૦,૯૩,૪૨૬ હતાં. જેમાંથી છોકરીઓનું પ્રમાણ ૩,૯૨,૬૪૫ હતી, જયારે છોકરાની સંખ્યા ૧૨,૮૬,૦૯૨ હતી. જેમાંથી કુલ ૫,૭૮,૨૦૬ ફેસીલીટીમાંથી ૧૩,૨૬,૪૮૧ વિદ્યાર્થીઓ પાસ થયા હતાં. પણ પરંતુ આમાંથી કેટલા ને જોબ મળી એના આંકડાઓ સરકાર પાસે નથી.

જયારે ૨૦૧૯-૨૦માં સમગ્ર ભારતમાંથી ૧,૨૮,૬૫૮ વિદ્યાર્થીઓ એનરોલ્મેન્ટ થયા છે. જેમાંથી છોકરીઓનું પ્રમાણ ૧૧,૩૬૪ છે. જયારે છોકરાઓનું પ્રમાણ ૫૯,૯૧૪ છે. જ્યારે સંસ્થાની કોઈ વિગત પ્રાપ્ત થતી નહિ. આ વર્ષના માઇનોરીટી વિદ્યાર્થીના કોઈ માહિતી ઉપલબ્ધ નથી. આ વર્ષ દરમિયાન ખુબજ ઓછા વિદ્યાર્થીઓ એન્જિનિયર ક્ષેત્રે ફ્રોમ ભર્યું છે, જે આંકડાકીય માહિતી પરથી જાણકારી મળે છે. ધીમે ધીમે ખાનગી કોલેજોના કારણે આ એન્જિનિયરીંગમાં ફુગાવો થઇ ગયો છે. એમ કહી શકાય છે વર્તમાન પરિસ્થિતિ જોતા માંડ ૧૦૦ ટકા માંથી ૧૫ ટકાને જ જોબ મળવાના અણસાર દેખાય રહ્યા છે.

આ જ વાત ગુજરાત રાજયની કરીએ તો ૨૦૧૫-૧૬માં ૨,૩૧ સંસ્થાઓ કાર્યરત હતી, જેમાં ૧૪,૭,૯૬૪ વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હતાં. જેમાં છોકરીની સંખ્યા ૧૨,૫૫૦ હતી, જયારે ભાઈની સંખ્યા ૭૮,૦૨૩ હતી. ૨૨,૧૮૫ ફેસીલીટી માંથી ૭૦,૫૦૪ વિદ્યાથીઓ પાસ થાય હતાં. ૨૦૧૯-૨૦માં ગુજરાતમાં વિજ્ઞાન અને ટેકનોલોજી ક્ષેત્રે કામ કરતી સંસ્થાઓ ૨૩૮ છે, કુલ એનરોલ્મેન્ટ થયેલા વિધાથીર્ઓ ૧,૨૮,૬૫૮ છે. જે છેલ્લા પાંચ વર્ષ કરતા ઓછા છે, જેમાંથી છોકરીઓનું પ્રમાણ ૧૧,૩૬૪ છે. જયારે છોકરાની સંખ્યા ૫૯,૯૧૪ હતી. અને કુલ ૨૦,૧૮૪ ફેસીલીટી કામ કરશે કે કેમ એ કહેવું મુશ્કેલ છે જેનું કારણ ધીમી પડેલી ભરતી પ્રક્રિયા છે.

ગુજરાતમાં માઇનોરીટી વિદ્યાર્થીની વાત કરીએ તો ૨૦૧૯-૨૦ માં ૭૭૦ અરજી કરી છે, જેમાંથી ૭૨ છોકરીઓ અને ૩૯૯ છોકરાઓ એનરોલ્મેન્ટ થાય છે. ૧૧૧ ફેસીલીટીમાં કામની શરૂવાત કરશે જેમાં એસટી, એસ સી અન્ય પછાત વર્ગોના વિદ્યાર્થીઓની કુલ સંખ્યા ૧,૨૭૦ હતી. તેમાંથી છોકરીઓની સંખ્યા ૭૦ હતી, જયારે છોકરાઓ ૬૦૧ હતાં. જેમાંથી ૩,૭૯ વિદ્યાર્થીઓ પાસ થયા હતાં. પણ તેમની જોબના કોઈ ઠેકાણા નથી.(AICTEના ડેટા).

આજે આંતરરાષ્ટ્રીય લોકશાહી દિવસ પણ છે. સમગ્રદેશમાં તેની ઉજવણી કરવામાં આવે છે. યુનો દ્વારા ૨૦૦૭માં ૧૫ સપ્ટેમ્બરને આંતરરાષ્ટ્રીય લોકશાહી દિવસ જાહેર કરવામાં આવ્યો હતો. સૌપ્રથમ આંતરરાષ્ટ્રીય લોકશાહી દિવસ ૨૦૦૮માં ઉજવામાં આવ્યો હતો. આ દિવસ પાછળનો મુખ્ય હેતુ લોકતંત્રને મજબુત બનાવાનો અને તેને પ્રોત્સાહન આપવાનું છે. સાથે સાથે  આજે એન્જિનિયર ક્ષેત્રમાં પણ યુવાનોએ અને માં-બાપ પણ નિર્ણય લેવાનો સમય આવી ગયો લાગે છે હવે નહિ તો ક્યારેય નહિ.