આજનો દિવસ 16 સપ્ટેમ્બર દર વર્ષે યુનાઈટેડ નેશન્સ તરફથી ઈન્ટરનેશનલ ડે ફોર પ્રિવેન્શન ઓફ ધ ઓઝોન લેયર તરીકે ઉજવણી કરવામાં આવે છે. આ ઈવેન્ટ 1987ના મોન્ટ્રિયલ પ્રોટોકોલની યાદ અપાવે છે, જેને 24 દેશોએ એકસાથે મળીને યાદગાર બનાવ્યો હતો. મોન્ટ્રિયલમાં આ દેશોએ દુનિયાને કહ્યું હતું કે ઓઝોન સ્તરને બરબાદ ન કરશો. આમાં એવા પદાર્થોનો ઉપયોગ કરવાનું બંધ કરવાનું વચન લેવાયું હતું, જેનાથી ઓઝોન સ્તરને નુકસાન પહોંચે છે. 19 ડિસેમ્બર 1994ના રોજ UNની જનરલ એસેમ્બ્લીએ 16 સપ્ટેમ્બરે ઓઝોન લેયરના બચાવ માટે આંતરરાષ્ટ્રીય દિવસની ઉજવણી કરવાનો નિર્ણય કર્યો હતો. પહેલો ઓઝોન ડે 16 સપ્ટેમ્બર 1995ના દિવસે ઊજવાયો હતો.
આ દિવસ ઉજવવાનો મુખ્ય ઉદેશ એ છે કે વાતાવરણમાં ઓઝોન વાયુનું સ્તર જળવાઇ રહે. આજે દરેક માનવી સુખ સગવડ માટે અનેક વસ્તુઓનો મનફાવે તેમ ઉપયોગ કરી રહ્યો છે. જેના કારણે પર્યાવરણમાં ખુબજ મોટી ક્ષતિ પહોંચી રહી છે. માનવ સમાજ આજે કાર્બનનું પ્રમાણ વધે તેવા અનેક ઉદ્યોગોનું નિર્માણ કરી રહ્યો છે.ઓઝાન વાયુનું સ્તર પૃથ્વીના ૨૦ થી ૫૦ કિમી સુધીના વિસ્તારમાં છે. આ સ્તર સૂર્યના પારજાંબલી કિરણોને પૃથ્વીના સ્તર સુધી આવતાં રોકે છે.
આ પારજાંબલી કિરણો માનવની ચામડી ઉપર અસર કરે છે, જેનાથી કેન્સર થવાનો ખતરો રહે છે. ઓઝોન દિવસ ૨૦૧૯ની થીમ “૩૨ યર્સ ફોર હિલીંગ” હતી. ૨૦૨૦ની થીમ “ઓઝન ફોર લાઈફ” રાખવામાં આવી છે. રેફ્રિજરેટર તથા વાતાનુકૂલિત યંત્ર (એરકન્ડિશનર)માં ઉપયોગમાં લેવામાં આવતું CFC-ક્લોરોફ્લુરો કાર્બન ઓઝોનસ્તરના વિઘટનની સમસ્યા સર્જે છે. ઓઝોન સ્તરમાં ઘટાડાને કારણે પૃથ્વી પરની સજીવસૃષ્ટિ પર હાનિકારક અસરો થાય છે. ઓઝન સ્તરને બચાવવા માટે આપણે આપણી જીવનશૈલીમાં બદલાવ ખુબ જ જરૂરી છે. જેમ કે રેફ્રીજરેટર, ફ્રિઝ ઉપયોગ ના કરવાથી તેમાંથી નીકળતો ક્લોરોફ્લુરો કાર્બન અટકશે.
કોરોના વાઈરસને નિયંત્રણમાં લાવવા માટે ચાર મહિનાથી કડક લોકડાઉન હતું. ઘણા સખત નિયમો આજે પણ લાગુ છે. આ જ કારણે પ્રદૂષણ સ્તરમાં ઘટાડો જોવા મળ્યો અને આનાથી ઓઝોન ડેનું મહત્ત્વ વધી ગયું છે.આજના આ દિવસે નિર્ણય લઈએ કે ઓઝોન સ્તરની જાળવણી કરીશું અને આવનાર ન્યુ જનરેશનને એક સારા પર્યાવરણની ભેટ આપીશું.