Home Current affairs આજના દિવસે સ્વામી વિવેકાનંદે વિશ્વ ધર્મ પરિષદમાં હિંદુ ધર્મનો વગાડ્યો હતો ડંકો !

આજના દિવસે સ્વામી વિવેકાનંદે વિશ્વ ધર્મ પરિષદમાં હિંદુ ધર્મનો વગાડ્યો હતો ડંકો !

82
0

સ્વામી વિવેકાનંદ વિષે દરેક ભારતીય જાણે જ છે. તેમ છતાં આજના દિવસને યાદ કરવું એ આપણા માટે ગર્વની વાત છે. આ વાત છે સન.૧૧ સપ્ટેમ્બર ૧૮૯૩ જયારે આપણા દેશની વ્યાપાર શિવાય કોઈ ઓળખ વિશ્વ ફલક પર ના હતી. જયારે ભારતમાં બ્રિટીશ તાજનું શાસન હતું. તેવા સમયમાં ભારતના એક મહાન સંતે ભારતના હિંદુ ધર્મને વિશ્વ સમક્ષ ખુજ જ અસરકારક રીતે રજૂઆત કરી હતી. જેનાથી પશ્ચિમના દેશોમાં ભારત વિષે અલગ ઓળખ ઊભી થઇ હતી.

૧૧ સપ્ટેમ્બર ૧૮૯૩ના રોજ શિકાગોના આર્ટ ઇન્સ્ટીટયુટ ખાતે વિશ્વ ધર્મ સંસદની શરૂઆત થઇ. આ દિવસે પોતાનું પ્રતમ ટુકું વક્તવ્ય આપ્યું. આ વિશ્વ ધર્મ  પરિષદમાં ભારત અને હિંદુ ધર્મ વિષે વાત કરી હતી. આ પરિષદમાં સ્વામી વિવેકાનંદને ખૂબ જ સારો પ્રતિભાવ મળ્યો હતો. પ્રથમ વાક્યમાં તેઓએ “અમેરિકનના ભાઈઓ અને બહેનો” આ બોલતાની સાથે પરિષદમાં બેઠલા તમામ વ્યક્તિઓ ઊભી થઇ ગઈ અને બે મિનીટ સુધી તાળીઓ પડીને સન્માન કર્યું હતું.આ પરિષદ વ્યાખ્યાન આપ્યા પછી સ્વામી વિવેકાનંદને ઘણી કોલેજો, યુનિવર્સીટી તેમજ ખાનગી અને જાહેર સંસ્થાઓમાં વ્યાખ્યાન આપ્યું અને યોગ, વેદાંત, હિંદુ ધર્મનો પ્રચાર કર્યો હતો.

આ પછી તેમણે  ભારતમાં ૧૮૯૭માં રામકૃષ્ણ મિશન અને મઠ નામની સમાજ સેવી અને આધ્યામિક સંસ્થાની સ્થાપવા નો નિર્ણય કરીને ફળીભૂત કર્યો. સ્વામી વિવેકાનંદ માત્ર ૩૯ ના ઉમરે સન. ૧૯૦૩માં ભારતની પવિત્ર ભૂમિમાં સમાઈ થઈ ગયા.