વલસાડ જિલ્લામાં આગામી દિવસમાં કપરાડા તાલુકામાં વિધાનસભાની પેટાચૂંટણી આવનાર છે જેને લઇને રાજકારણ પહેલેથી જ ગરમાયું છે અને એવામાં કોંગ્રેસ પક્ષ દ્વારા એન.એસ.યુ.આઇ સંગઠનના વલસાડ જિલ્લાના પ્રમુખ તરીકે કપરાડાના દશરથ કડુની વરણી કરવામાં આવી છે જ્યારે ઉપપ્રમુખ તરીકે સુખાલાના ધરમસિંહ વરણી કરાઇ છે આ બંનેને આજે એન.એસ.યુ.આઇ પ્રમુખ અને ઉપપ્રમુખની પદવી એન.એસ.યુ.આઈના ગુજરાતના પ્રદેશ પ્રમુખ મહિપાલસિંહ ગઢવીના વરદ હસ્તે આપવામાં આવી હતી

     આ પ્રસંગે ઉપસ્થિત રહેલા તમામ મહાનુભાવોએ વિદ્યાર્થીઓના પ્રશ્નોને વાચા આપવા માટે એન.એસ.યુ.આઇ સંગઠન વધુ મજબૂત બનાવવા માટે હાકલ કરી હતી કપરાડા મથકે આવેલા શિક્ષણિક હોલમાં આયોજિત કરવામાં આવેલા એન.એસ.યુ.આઈના વિશેષ કાર્યક્રમમાં આજે ગુજરાતના એન.એસ.યુ.આઇ પ્રદેશ પ્રમુખ મહિપાલસિંહ ગઢવી તેમજ પ્રદેશ મહામંત્રી કેતન ખુમાણ તેમજ દુષ્યંતભાઈ સહિત વલસાડ જિલ્લાના કોંગ્રેસ પ્રમુખ દિનેશ પટેલ અને કોંગ્રેસી કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા

    આ કાર્યક્રમ દરમિયાન ગુજરાત એન.એસ.યુ.આઇના પ્રદેશ પ્રમુખ મહિપાલસિંહ ગઢવીએ જણાવ્યું કે એન.એસ.યુ.આઇએ વિદ્યાર્થીઓનું સંગઠન છે અને જેની સ્થાપના લોખંડી મહિલા કહેવાતા ઇન્દિરા ગાંધીએ કરી હતી એટલે દરેક સભ્યોએ તેનો ગર્વ લેવો જોઈએ અને આ સંગઠનમાં ગાંધી વિચારો મહત્વના છે પરંતુ વિદ્યાર્થીઓના પ્રશ્નો સમયે જો ગાંધીવિચાર કામ ન આવે તો ભગતસિંહના વિચારો નો પણ ઉપયોગ કરવો ઘટે છે

     વલસાડ જિલ્લાના એન.એસ.યુ.આઇના પ્રમુખ તરીકે દશરથ કડુની નિમણૂક કર્યા બાદ તેમણે કહ્યું કે કપરાડા તાલુકાના વિદ્યાર્થીઓના વિવિધ પ્રશ્નોને એન.એસ.યુ.આઇ સંગઠન વાચા આપશે તેમજ આગામી ચૂંટણીમાં પણ એન.એસ.યુ.આઇ મહત્વનો ભાગ ભજવશે તેમણે પોતાની વાતને આગળ ચલાવતા કહ્યું કે ભારત સરકારની નવી શિક્ષણ નીતિ વિદ્યાર્થીઓના હિતમાં નથી તેમણે આમ કહી વર્તમાન સરકાર ઉપર આકરા પ્રહારો કર્યા હતા. સાથે સાથે તેમણે પક્ષપલટો કરનારા અને લેભાગુ તત્વોને પગમાં રહેવા ને કોઈ સ્થાન ન હોવાનું પણ જણાવી નામ લીધા વિના જીતુભાઈ ચૌધરી પર કેટલાક આક્ષેપો કર્યા હતા.

     આ સમગ્ર કાર્યક્રમ દરમિયાન વલસાડ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ દિનેશ પટેલ કપરાડા તાલુકા કોંગ્રેસ પ્રમુખ સોમાભાઈ બાતરી, માજી સાંસદ કિશન પટેલ, બાબુભાઈ વરઠા, વસંત ભાઈ પટેલ, શિવાજી પટેલ, દશમાંભાઈ સહિત મોટી સંખ્યામાં કોંગ્રેસી કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા

BY બીપીનભાઈ રાઉત