વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના (WHO) એક સર્વેમાં સામે આવ્યું છે કે દુનિયાના ૯૦ ટકાથી વધારે દેશો સ્વાસ્થ્ય વ્યવસ્થામાં કોરોનાના કારણે પ્રભાવિત થયા છે. માર્ચથી જૂન વચ્ચેના ડેટા તપાસતા સામે આવ્યું છે કે સ્વાસ્થ્ય વ્યવસ્થામાં ખુબ જ ખરાબ અસર જોવા મળી છે અને જો આવુ જ થોડા સમય ચાલશે તો વધારે દિવસો સુધી ટકી રહેવું દેશ મુશ્કેલ બની જશે WHO દ્વારા ચેતવણી અપાઈ, જે દેશ તૈયારી કર્યા વગર લોકડાઉન હટાવી રહ્યા છે, તેઓ વિનાશની દિશામાં આગળ ધપી રહ્યા છે.
WHOના અનુસાર કોરોનાના ચાલી રહેલા સમયમાં કેટલાક દરરોજની નિમણુક અને તપાસને મુલતવી પડે છે તો બીજી બાજુ મહામારીના કારણે કેન્સરના ઈલાજ પર પણ ખુબ જ ખરાબ અસર જોવા મળી છે. મધ્યમ અને ઓછી આવકવાળા દેશોને સૌથી વધુ સમસ્યાઓ નડી છે. વધુ પડતા દેશોમાં ગર્ભનિરોધક અને ફેમિલી પ્લાનિંગ (૬૮%), માનસિક સ્વાસ્થ્યથી જોડાયેલ સમસ્યાનો ઈલાજ (૬૧%) અને કેન્સરનો ઈલાજ (૫૫%) પ્રભાવિત થયું છે.
વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને કહ્યું કે કોરોના વાયરસ વેક્સિનની મંજૂરી આપવાની પ્રક્રિયાને ‘ગંભીરતા’ થી લેવાની જરૂર છે. સંયુક્ત રાષ્ટ્રના સ્વાસ્થ્ય સંગઠનના પ્રમુખ વૈજ્ઞાનિક સૌમ્યા સ્વામીનાથનએ પત્રકારોથી કહ્યું કે, બધા દેશ ટ્રાયલ પૂર્ણ કર્યા વગર દવાઓને મંજૂરી આપવાનો અધિકાર ધરાવે છે પરંતુ આ કોઈ ‘ઢીલાસથી લેવામાં આવે એવું કામ નથી’ WHOનું કહેવું છે કે હાલ ૩૩ વેક્સિનનો ક્લિનિકલ ટ્રાયલ ચાલી રહ્યો છે જયારે ૧૪૩ ડોઝ હજુ પ્રિ ક્લિનિકલ ઇવેલ્યુએશનના તબક્કામાં છે. સંગઠને ચોખા શબ્દોમાં કહ્યું છે કે, જે દેશ ક્લિનિકલ ટ્રાયલ કર્યા વગર વેક્સિનનો ઉપયોગ કરવાનું વિચારી રહ્યા છે તેમને ખરાબ પરિણામો ભોગવવા પડી શકે છે.
જૉન હૉપકિન્સ યુનિવર્સીટી અનુસાર, સમગ્ર દુનિયામાં કોવિડ-૧૯ ના ૨૫,૩૧૮,૯૦૧ કેસ નોંધવામાં આવ્યા છે જયારે ૮૪૭,૭૯૭ લોકો મૃત્યુ પામ્યા છે. યુરોપના વધારે પડતા વિસ્તારોમા શાળાઓ ફરી ખોલવાની તૈયારી થઇ રહી છે પરંતુ કેટલાક દેશ એવા છે જેમને સલામત રીતે આવું કરવામાં સમસ્યા આવી રહી છે