વિશ્વ આરોગ્ય સંસ્થા અને આંતરાષ્ટ્રીય આપઘાત નિવારણ સંસ્થાન દ્વવારા ૨૦૦૩થી દર વર્ષે ૧૦ સપ્ટેમ્બર ના દિવસને “વિશ્વ આપઘાત નિવારણ દિવસ” તરિકે ઉજવવામાં આવે છે. આ વર્ષે ૧૫ મો વિશ્વ આપઘાત નિવરણ દિવસ ઉજવવામાં આવનાર છે. જેમા “એક મિનિટ લઇ જિંદગી બદલશો.” ને મુખ્ય  થીમ તરિકે પસંદ કરવામાં આવેલ છે.   

       દર વર્ષે વિશ્વમાં આશરે ૮ લાખ જેટલા મોત આપઘાતથી નિવડે છે, જે પૈકી ૧.૩૫ લાખ (આશરે ૧૭% મોત) ભારત માથી નોંધાય છે. અને આપઘાતનો પ્રયત્ન કરી બચી જનાર વ્યક્તિની સંખ્યા તો આથી ૨૫ ગણી વધુ હોવાની. ભારતમાં છેલ્લા તીસ વર્ષમાં આપઘાતના પ્રમાણમાં આશરે ૩૦% જેટલો વધારો નોંધાયો છે. જે ચિંતાજનક બાબત છે. વૈશ્વિક સ્તરે ૧૫ થી ૨૪ વર્ષના યુવાનોમાં મૃત્યુના કારણોમાં આપઘાત પ્રથમ ક્રમાકે છે. જ્યારે રોડ પર વાહન માં થતો અકસ્માત દ્વિતીય ક્રમાકે, કે અકસ્માતે ઝેર કે અન્ય ઘાતક પદાર્થોના સેવનથી થતા મૃત્યુ તૃતીય ક્રમાકે તેમજ માર-પીટ કે હુમલાથી થતા મૃત્યુ ચોથા ક્રમાકે છે. કંઇક અંશે આ દરેક મૃત્યુના કારણૉમાં યુવાનોની માનસિક પરિસ્થિતી ભાગ ભજવતી હોય છે.

       

      ગુજરાતમાં આપઘાતના સમાચાર દરરોજ વાંચવા મળતા હોય છે. સામાન્ય સમસ્યા કે કારણના લીધે આપઘાત કરવાના કિસ્સા વધી રહ્યા છે. નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યૂરો દ્વારા 2019ના આત્મહત્યાના આંકડા જારી કરવામાં આવ્યા છે. ગુજરાતમાં ૨૦૧૯ વર્ષ દરમિયાન ૭૬૫૫ નાગરિકોના આપઘાત આંકડાઓ નોંધાયા છેે ૫૧૬૮ પુરુષો અને ૨૪૮૬ મહિલાઓ જોવા મળે છે. જોકે ૨૦૧૮ની સરખામણીએ ૨૦૧૯માં ૧.૮ ટકા ઘટાડો થયો હતો ૨૦૧૮માં ૭૭૯૩એ આત્મહત્યા કરી હતી અને તમને જાણીને નવાઈ લાગશે કે ગુજરાતમાં સૌથી વધુ ૨૧૩૯ આપઘાત ફેમિલી પ્રોબ્લેમના કારણે થયા છે, અગમ્ય કારણોસર ૧૭૩૩એ જ્યારે બીમારીના કારણે ૧૬૩૪ લોકોએ આપઘાત કર્યો છે. તો ગરીબીનાં કારણે ૧૦૬, બેકારીના કારણે ૨૧૯ અને પ્રેમ સંબંધનાં કારણે ૪૯૫ લોકોએ પોતાનું જીવન ટૂંકાવ્યું હતું

લગ્ન/બિમારી સંબંધિત સમસ્યાથી થતી આત્મહત્યા :   

       રાજ્યમાં લગ્ન સંબંધિત સમસ્યાઓના કારણે રાજ્યમાં ૨૦૧૯માં ૨૯૬ નાગરિકોએ આપઘાત કર્યો છે. જેમાં લગ્ન ન થવાના કારણે ૮૨ અને છૂટાછેડાનાં કારણે ૮૪ લોકોએ આપઘાત કર્યો છે. દહેજે ૨૮ નાગરિકોનો ભોગ ૨૦૧૯માં લીધો છે. એઇડ્સ, કેન્સર, લકવા, માનસિક તાણ જેવી બીમારીના કારણે ૨૦૧૯માં રાજ્યમાં ૧૬૩૪ નાગરિકોએ આત્મહત્યા કરી છે. જેમાંથી ૧૦૯૧ પુરુષો અને ૫૪૩ મહિલાઓ છે. માનસિક બીમારીના કારણે ૮૦૦ અને લાંબા સમયની બીમારીના કારણે ૬૪૫ લોકોએ આપઘાત કર્યો છે.

કેરિયર સંબંધિત થતી આત્મહત્યા :

       ૨૦૧૯માં રાજ્યમાં બેકારી, ગરીબી, પરીક્ષામાં નિષ્ફળતા, કેરિયર સંબંધિત સમસ્યા સહિતના કારણોના લીધે કુલ ૬૫૮ લોકોએ આપઘાત કર્યો છે. જેમાંથી ૫૨૩ પુરુષો અને ૧૩૫ મહિલાઓ છે. બેકારીના કારણે ૨૧૯, ગરીબીનાં કારણે ૧૦૬ નાગરિકોએ જીવન ટૂંકાવ્યું છે. પરીક્ષામાં નિષ્ફળતાના કારણે ૧૮૦એ તો કેરિયર સમસ્યાના કારણે ૧૨૦ નાગરિકોએ આત્મહત્યા કરી છે.

ફેમિલી પ્રોબ્લેમના લીધે થતી આત્મહત્યા :

        ફેમિલી પ્રોબ્લેમ, લવ અફેર્સ, સંપત્તિનો ઝઘડો, દુષ્કર્મ સહિતના શારીરિક ત્રાસ જેવા કારણોથી ૨૦૧૯માં કુલ ૨૬૯૦ નાગરિકોએ આત્મહત્યા કરી છે. જેમાંથી ૧૬૫૧ પુરુષો અને ૧૦૩૯ મહિલાઓ છે. ફેમિલી પ્રોબ્લેમના કારણે ૨૧૩૯ લોકોએ આપઘાત કર્યો છે, જેમાંથી ૧૩૩૭ પુરુષો છે. એવી જ રીતે લવ અફેર્સમાં ૪૯૫ નાગરિકોએ જીવન ટૂંકાવ્યું છે જેમાંથી ૨૭૨ પુરુષો છે.

અન્ય કારણે થતી આત્મહત્યા :
ગુજરાતમાં નાદારી, નજીકના વ્યક્તિના નિધનનું દુઃખ, નશાયુક્ત પદાર્થોનું સેવન ઉપરાંત અગમ્ય કારણોસર કે પછી અન્ય કારણોથી ૨૦૧૯માં ૨૩૭૭ નાગરિકોએ આપઘાત કર્યો હતો. જેમાં ૧૭૨૪ પુરુષો અને ૬૫૨ મહિલાઓ છે. જેમાંથી સૌથી વધુ ૧૭૩૩ આપઘાત અગમ્ય કારણોસર કરવામાં આવ્યા છે.

       મોટા ભાગના કિસ્સાઓમાં એવુ જોવા મળ્યુ હોય છે કે આપઘાતનો પ્રયત્ન કરનાર કે આપઘાત વડે મૃત્યુને ભેટનાર વ્યક્તિ ખરેખર આપઘાત કરવા ઇચ્છતી નથી હોતી પરંતુ કોઇ પોતાની નિરાશા ઓળખી પોતાના પ્રશ્નોમાં દરમિયાનગીરી કરે તેમ ઇચ્છતી હોય છે. આવા સમયે જો નજીકના સ્નેહીઓ કે મિત્રો મદદરુપ બને તો આપઘાત ના ઘણા કિસ્સાઓ નિવારી શકાય તેમ છે.૨૦૨૦માં આ આંકને વધારવો કે ઓછો કરવો આપણા નિર્ણય પર છે.