વાંસદા: નવસારી જીલ્લાના વાંસદા તાલુકામાં મામલતદારને કાયમી જવાબદારી સોંપવામાં આવી નથી એના માટે એમની કાયમી નિમણુક કરવા બાબતે આજે ભીલીસ્થાન ટાઇગર સેનાના તાલુકા પ્રમુખ સાથે તેમની ટીમ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું છે 

વાંસદા તાલુકાના મામલતદારની કાયમી નિમણુક ન હોવાના કારણે સ્થાનિક ૯૫ ગામોના લોકોને સરકારી કામકાજ માટે ૨૦-૨૨ કિ.મીની સફર કરવી પડતી હોય છે. આ અગવડો અને સમસ્યાઓ પાર કરીને જયારે તે આવતા પરંતુ મામલતદાર કાયમી હાજર હોવાના કારણે તેમનું કાર્ય થઇ શકતું નથી તેમનો ભાડું અને સમય બંને વેડફાઈ જતું હોય છે  તાલુકા કક્ષાએ મામલતદાર સાહેબ શ્રી કાયમી હાજરી ન હોવાથી પડતી અગવડો અને કામ ન થવાની એ બાબતે આજે ધ્યાન દોરવા બાબતે આપ સાહેબશ્રી આવેદનપત્ર આપવવામાં આવે છે

આ લોક માંગણી જો ન સંતોષાય અને આવેદનપત્ર આપ્યાના દિનથી લઈ સાત દિવસમાં જો આ જગ્યાએ મામલતદાર સાહેબની કાયમી નિમણુક ન થાય તો આઠમાં દિવસે એ જ કચેરીના પટાંગણમાં ધરણા પર બેસવાની BTSના સભ્યો દ્વારા ચીમકી આપવામાં આવી છે.

આ આવેદનપત્રની એક નકલ કલેકટરશ્રી નવસારી અને મુખ્ય મંત્રીને પણ રવાના કરવામાં આવી છે હવે નિર્ણય સરકારના જવાબદાર વ્યક્તિઓએ લેવાનો છે. લોકોએ પોતાના નિર્ણય જણાવી દીધો છે.