સંવાદદાતા:  મળતી માહિતી મુજબ સવારના આશરે ૧૦: ૩૦ કલાકે વીજ ટ્રાન્સફોર્મર ભરી ટ્રક વાપી તરફ થી નાસિક તરફ જઈ રહી હતી અચાનક ટ્રકના ચાલકનો સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતા ટ્રક રોડની બાજુમાં પલટી મારી વિજળી ટ્રાન્સફોર્મરની વીજ લાઈનના થાંભલાને અથડાઈ હતી આ ઘટના વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના માંડવા ગામ નજીક બની હતી ટ્રકમાં વીજ ટ્રાન્સફોર્મર ભર્યા હોવાનું જણાવાયુ છે તેથી ટ્રક પલ્ટી માર્યા બાદ તરત જ ટ્રકમાં અગન જ્વાળા ભભૂકી ઉઠી હતી. જોકે સમય સુચકતા વાપરી ટ્રકચાલક બહાર નીકળી આવતા તેનો બચાવ થયો હતો. ટ્રક નો આગળનો સંપૂર્ણ ભાગ આગમાં ભસ્મ થઈ જવા પામ્યો છે.

ઘટનાની જાણ થતાં જ ફાયર ફાઇટરો સ્થળ પર પહોંચ્યા ગયા હતા ફાયર ફાયટરોએ ભારે જહેમત બાદ ટ્રકમાં લાગેલી આગ પર કાબુ મેળવ્યો હતો. મહત્વનું એ છે કે આ ઘટનામાં કોઇને ઇજા કે જાનહાનિ થઇ એ છે.

by: બીપીનભાઇ રાઉત