નવસારી :  આપણા રાજ્યમાં હાલની તારીખે સરકાર હસ્તગત કુલ ચાર યુનિવર્સીટીઓ કાર્યરત છે જેના દ્વારા અગિયાર કોલેજો કૃષિ સ્નાતકનું શિક્ષણ આપી રહી છે અને કૃષિ સંલગ્ન સ્નાતક અનુસ્નાતક અને ડિપ્લોમાનું શિક્ષણ આપતી અન્ય કોલેજો/સંસ્થાઓ પણ કાર્યરત છે જે પોતાનું કાર્ય ખુબ જ સરાહનીય રીતે કરી રહી છે આવી ઉત્કૃષ્ટ કામગીરી બદલ જ ગયા વર્ષે કૃષિ યુનિવર્સીટીઓને યુનિ.રેન્કિંગ માં સ્થાન મળેલ હતું આમ છતા સરકાર દ્વારા કૃષિ ક્ષેત્રમાં ખાનગી કોલેજો અને યુનિવર્સીટીઓ મંજુરી આપવામાં આવી રહી છે જે રાજ્યના કૃષિ તજજ્ઞો અને વિદ્યાર્થીની સમજ બહાર છે એના વિરોધમાં આજ રોજ નવસારી જીલ્લાના કલેકટરશ્રી આવેદનપત્ર આપવામાં આવ્યું હતું 

  રાજ્યમાં આવેલી ચાર કૃષિ યુનિવર્સીટીઓમાંથી દર વર્ષે ૯૦૦ થી ૧૦૦૦ સ્નાતકો,૩૫૦થી ૪૦૦ અનુસ્નાતકો ૨૦૦ થી ૨૫૦ કૃષિ ડીપ્લોમાં અને કૃષિ સંલગ્ન અભ્યાસક્રમના બીજા ૧૦૦૦ વધુ સ્નાતકો બહાર પડે છે આ સંખ્યા રાજ્યની કૃષિ તજજ્ઞોની જરૂરિયાત ને પોન્હ્ચી વળવા માટે પુરતી જ નહિ પરંતુ જરૂરિયાત કરતા વધારે છે તો આવા સંજોગોમાં ખાનગી કોલેજો હસ્તગત કૃષિ શિક્ષણને મંજુરી આપવાની જરૂરિયાત રાજ્ય સરકારને ઉભી થઇ તે જનતાને સમજણ બહારનો વિષય બન્યો છે કેટલાક લોકોનું કહેવું છે કે ખાનગી ક્ષેત્રે કૃષિ શિક્ષણ લઇ જવાથી એક પછી એક નવ કોલેજોને  અને યુનિવર્સીટીઓ ખોલવા માટે સરકારશ્રી પાસે ગેરકાનૂની રીતે મંજુરી મેળવવા પ્રયત્નો ઝડપ થી વધી જશે અને વિદ્યાર્થીઓની સંખ્યા કોઈ અંકુશ ના રહતા કૃષિ ક્ષેત્રે પણ બેકારી અને ગુણવત્તા વિનાના શિક્ષણથી ડીગ્રી મેળવેલ સ્નાતકોની ભરમાર ઉભી થવાથી રાજ્યની કૃષિને અને તેના વિકાસદર ને કેટલી હદે નુકશાન થશે તે બાબતે બિલકુલ આંખ આડા કાન કરીને માત્ર ખાનગી કોલેજો/યુનિવર્સીટીઓના હિતને જ નજર સમક્ષ રાખીને કૃષિ શિક્ષણ અને રાજ્યના ખેડૂતોનું હિત જોખમાય તેવો કાળો નિર્ણય લેવાયો હોવાનું સ્પષ્ટ તારી આવે છે એમ વિરોધ કરનારા જણાવી રહ્યા છે

   કોરોના મહામારી ની આડ હેઠળ રાજ્ય સરકાર કૃષિ સમાજ અન્યાય કરી રહી હોવાનો આરોપ કૃષિ અભ્યાસ ક્ષેત્રે જોડાયેલા વિદ્યાર્થી અને સમાજના જાગૃત નાગરિકો કરી રહ્યા છે હાલમાં કૃષિ યુનિવર્સીટીના અને કોલેજોમાં ગેરહાજર હોવાનો સમયનો લાભ લઇ આ કૃત્ય કરવાના સરકાર પ્રયત્ન કરી રહી હોવાનું તેઓ દ્વારા કહેવામાં આવી રહ્યું છે અને આ ઘટનાને કૃષિ સાથે સંકળાયેલા વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ખિલવાડ કરવાનો સરકાર આક્ષેપ થઇ રહ્યો

    આ ઘટનાથી નવસારી જીલ્લાના કૃષિ અભ્યાસ સાથે સંકળાયેલા વિદ્યાર્થીઓ દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો અને સરકારના આ નિર્ણયને વખોડી કાઢવામાં આવ્યો છે અને સરકારની સામે વિરોધ નોંધાવતા જીલ્લા કલેકટરને વિરોધનું આવેદનપત્ર પણ આપવામાં આવ્યું છે.