વાપી: આજરોજ વલસાડના વાપીના ડુંગરી ફળીયામાંથી પસાર થતી દમણગંગા નદીના કિનારેથી ડુંગરા વિસ્તારની 6 વર્ષની બાળકીની હત્યા કરેલી હાલતમાં લાશ મળી આવી છે જેને લઈને પોલીસ CCTV ના આધારે હાલમાં તપાસ કરી રહી છે.

Decision News ને મળેલી જાણકારી પ્રમાણે વાપીના ડુંગરા વિસ્તારમાં રહેતી 6 વર્ષની બાળકીનું કોઈ અજાણ્યા વ્યક્તિ દ્વારા અપહરણ કરવામાં આવ્યું હતું ત્યારે પછી આ બાળકીની હત્યા કરાયેલી સ્થિતિમાં વાપીના જ ડુંગરી ફળીયામાંથી પસાર થતી દમણગંગા નદીના કિનારે તેની લાશ મળી આવી છે. આ ઘટનાની ખબર મળતા જ વલસાડ જિલ્લા પોલીસની ટીમ ઘટના સ્થળ પર આવી ગઈ હતી અને બાળકીની લાશનો કબજો લઇ, ગુનો નોંધી CCTV ફુટેજના આધારે આગળની શરુ કરી દીધી છે.

જે જગ્યા પરથી બાળકીની લાશ મળી આવી હતી તેની આસપાસના CCTV ફૂટેજ ચેક કરતા બપોરે 11:50 કલાકે કિશોરીને અપહરણ કરનાર ઈસમ ખાડી કિનારે આવેલા ઘાસના ગ્રાઉન્ડમાં લઈ જતો જોવા મળે છે અને 12 વાગ્યા બાજુ ઘાસના મેદાનમાંથી એકલો નીકળતો હોવાના દ્રશ્યો છે. બાળકીની લાશ કીડીઓ તથા જંતુઓ ચડી ગયાની સ્થિતિમાં વલસાડ પોલીસને કીચડવાળા મેદાનમાંથી મળી હતી.