દાનહ: વર્તમાનમાં દાનહ પ્રદેશ પ્રવાસન ક્ષેત્રે તેની આગવી સુંદરતા અને રળિયામણા સ્થળોને કારણે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. ત્યારે દાનહ વનવિભાગ અને પ્રવાસન વિભાગ દ્વારા સાતમાલિયા ડિયર પાર્કમાં પ્રવાસીઓ માટે બસ ચાલુ કરવામાં આવી છે.

Decision News ને મળેલી માહિતી મુજબ દાનહના સાતમાલિયા ખાતે આવેલ ડિયર પાર્કમાં પ્રવાસીઓને પાર્કની મુલાકાત કરાવવા માટે 2 બસ ચાલુ કરવામાં આવી હતી. આ બસથી પ્રવાસીઓ ડિયર પાર્કમાં હરણ, નીલગાય વગેરે પ્રાણીઓને જોવા માટે જઈ શકશે. CCF એમ.રાજકુમાર અને DCF રાજતિલકના માર્ગદર્શનમાં ફોરેસ્ટ ગાર્ડ ભાવિષાબેન આહિર, વિપીક્ષા બેન આહીર, રાજીવભાઈ પરમાર, રમણભાઈ પટેલે આ બસને લીલી ઝંડી બતાવી પ્રવાસીઓ માટેની આ સુવિધા શરૂ કરી હતી.

નોંધનીય છે કે સાતમાલિયા ખાતે આવેલ ડિયર પાર્ક સવારે 9 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધી પ્રવાસીઓ માટે ખુલ્લું હોય છે. આ પાર્કમાં દાનહ સિવાય દૂર-દૂર થી હજારોની સંખ્યામાં સહેલાણીઓ પોતાની જિદંગીની મજા લેવા આવતાં હોય છે.