મહુવા: આદિવાસી લોકોના રહેણાંક વિસ્તારોમાં પાલતું પ્રાણીઓ પર દીપડાના હુમલાઓના કિસ્સાઓ વધી રહ્યા છે ત્યારે આજરોજ મહુવા તાલુકાના સાંજે કઢૈયા ગામમાં ભીખુભાઈ નગીનભાઈના ઘરે દીપડા દ્વારા નાની વાછરડી પર જીવલેણ હુમલો કર્યોની ઘટના બનવા પામી છે.

 જુઓ વિડીયો..

ભીખુભાઈ નગીનભાઈના ઘરે દીપડા દ્વારા નાની વાછરડી પર હુમલો કર્યાના થોડી જ મિનીટમાં વાછરડાનું મરણ થઇ ગયું હતું. મહુવામાં અલગ અલગ વિસ્તારમાં દીપડાના હુમલાનો બીજો કે ત્રીજો કિસ્સો બનવા પામ્યો છે. પરંતુ વન વિભાગ દ્વારા અસરકારક પગલાં ભરવામાં આવ્યા નથી. લોકોની અપીલ છે કે તંત્ર આવી ઘટના પર ધ્યાન આપે અને દીપડા માટે પાજરું મૂકે.