ધરમપુર: જન હિત અને સલામત મુસાફરી માટે શું ધરમપુરનું રોડ વહીવટીતંત્ર કામ કરે છે ખરું ? લોકોને પડતી હાલાકી સામે એ કેમ જોતું નથી ? શું હજી પણ ધરમપુરની રોડ વહીવટીતંત્ર ઉંઘમાં જ છે ? વગેરે સવાલો ધરમપુરથી હનમતમાળ જતાં રસ્તો પર મોટા પથ્થરો હજુ હટાવાયા નહિ હોવાના દ્રશ્યો સામે આવ્યાના કારણે ઉભા થયા છે.

જુઓ વિડીયો..

ઉલ્લેખનીય છે કે દક્ષિણ ગુજરાત આવેલા ભારે વરસાદ અને વરસાદના કારણે આદિવાસી વિસ્તારોમાં ડુંગરોના નીચેથી પસાર થતા રહતો ઉપર મોટા પથ્થરો અને માટી ધસી આવ્યા હતા જેના કારણે રસ્તાઓ બ્લોક થઇ હતા પરિણામે જન હિત અને સલામત મુસાફરી માટે વહીવટીતંત્ર દ્વારા રસ્તોઓ સાફ કરવામાં આવ્યા હતા પણ ધરમપુરની રોડ વહીવટીતંત્ર જાણે હજુ ઉંઘમાં જ છે એવા ધરમપુરથી હનમતમાળ જતાં રસ્તો પર મોટા પથ્થરો હજુ હટાવાયા નહિ હોવાના દ્રશ્યો સામે આવ્યા છે.

Decision News સાથે વાત કરતાં હનમતમાળના જાગૃત લોકોનું કહેવું છે કે ધરમપુરનું રોડ વહીવટીતંત્ર આંખ હોવા છતાં અંધ બન્યું છે સરકાર સમારકામ માટે રૂપિયા તો ફાળવે છે પણ આ અધિકારીઓના પેટ એટલા મોટા છે કે આંખે આખી ગ્રાન્ટો ખાવા છતાં તેમના પેટનો ખાડો પુરતો નથી. લોકોના હિત માટે કામ કરવાની ભાવના હાલના રોડ વહીવટીતંત્ર હોય એમ નથી લાગતું. આજે આખા ધરમપુરના મોટા ભાગના રસ્તો ખરાબ બન્યા છે પણ આ રોડ વહીવટીતંત્ર મસ્ટ નીંદર લઇ રહ્યું છે.