નર્મદા: મોંઘવારી અને બેરોજગારી મામલે કોંગ્રેસ આક્રમક બની છે. એને લઈને આજે શનિવારે કોંગ્રેસે ગુજરાત બંધનું એલાન આપ્યું હતું. સવારે 8થી 12 કલાકનું સાંકેતિક રીતે ગુજરાત બંધની પ્રદેશ કોંગ્રેસ-પ્રમુખ જગદીશ ઠાકોરે જાહેરાત કરી હતી. ત્યારે આજે સવારથી જ પ્રદેશ પ્રમુખ સહિતના કાર્યકરો પોતાના વિસ્તારમાં બંધ પાળવા માટે નીકળી હતા.

નર્મદા જિલ્લા કોંગ્રેસને વેપારીઓનું અને લોકોનું સમર્થન મળ્યું છે જેથી ગરુડેશ્વર તાલુકામાં બંધના એલાનને પગલે સજજડ બંધ જોવા મળ્યું છે. ગુજરાત કોંગ્રેસ દ્વારા અપાયેલ બંધના એલાન અંતર્ગત ગરુડેશ્વર તાલુકામાં વહેલી સવારથી બંધના એલાનને સમર્થન મળવા પામ્યું છે. નર્મદા જિલ્લાના ગરૂડેશ્વર તાલુકાના કોંગ્રેસ અગ્રણીઓ દ્વારા વેપારીઓને બંધ રાખવા કરેલ વિનંતી મુજબ કેવડીયા, ગરુડેશ્વર સહીત બજાર સજ્જડ બંધ રહ્યા હતું.

મહત્વનું છે કે, ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે. કોંગ્રેસે પણ વિધાનસભાની ચૂંટણીને લઈને તડામાર તૈયારીઓ શરૂ કરી દીધી છે અને કોંગ્રેસ કોઈપણ ભોગે સત્તા હાંસલ કરવાના લક્ષ્યાંક સાથે આગળ વધી રહી છે. એમાં હવે કોંગ્રેસ દ્વારા મોંઘવારી, બેરોજગારી સહિતના મુદ્દે સરકારને ઘેરવા ગુજરાત બંધનું એલાન કરાયું છે, જેને લઇને કોંગ્રેસના કાર્યકર્તાઓએ અગાઉથી વેપારી એસોસિયેશનને મળી વિનંતી કરી હતી. સરકાર દ્વારા હેરાનગતિ, પરેશાની, મોંઘવારી આ બધાથી સમગ્ર ગુજરાતની પ્રજા પીડિત હોય, ત્યારે આ પીડિત પ્રજાના પ્રશ્નોને લઈને આ બંધ જાહેરાત કરાઇ છે.