કપરાડા: આજરોજ કપરાડા તાલુકાના કરજૂન ગામમાં ખેરમાળ ફળિયામાં આવેલ આંગણવાડી કેન્દ્ર 4 ખાતે જરૂરિયાત મંદ બાળકોને દેશી હિસાબ, સ્લેટપેન, બિસ્કીટ, જેવી ચીજ વસ્તુઓ ભારતીય જનતા યુવા મોરચો કપરાડા દ્વારા કરવામાં આવી હતી.

આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ કપરાડા તાલુકાના આદિવાસી સમાજના બાળકો પાયાનું શિક્ષણમાં કચાસનાં રહે તે હેતુથી યુવા મોરચાના કપરાડા દ્વારા વિતરણ કરવામાં આવ્યુ ત્યારબાદ ચા પે ચર્ચા કરી હતી. વિતરણ બાદ બાળકોના ચહેરા પર ખુશી ઝલકતી હતી.

આ રમતગમત સંયોજક ઇશ્વરભાઇ ગાયકવાડ, જિલ્લા ઉપપ્રમૂખ કિરણભાઈ ભોયા, કપરાડા તાલુકાના ઉપપ્રમૂખ વિજયભાઈ ગાવઢા, મહામંત્રી દિવ્યેશભાઈ રાઉત, કોષાધ્યક્ષ શંકરભાઈ બીરારી, કારોબારી સભ્ય નવીનભાઈ ચૌધરી, ગામનો સરપંચશ્રી કિશનભાઈ કામડી, આંગણવાડી વર્કર ગીતાબેન ગાવઢા ગામના યુવાનો, વડીલો, મહિલાઓ હાજર રહ્યા હતા.

Bookmark Now (0)