ર્મદા: શહેરોમાં તો ખરા જ પણ હવે આદિવાસી વિસ્તારોમાં પણ છેડતીના કેસો થવા લાગ્યા છે ત્યારે ગતરોજ નાંદોદ તાલુકાના સોઢલીયા ગામમાં ખેતરે કામ કરતી એક સગીરા સાથે છેડછાડ કરનાર યુવાનને કોર્ટે આજે ત્રણ વર્ષની સજા અને દંડનો હુકમ કર્યો છે.

લોકચર્ચા અનુસાર ઘટના એવી છે કે નાંદોદ તાલુકામાં આવેલ સોઢલીયા ગામમાં કપાસનાં ખેતરમાં કામ કરતી સગીર વયની દીકરી ખેતરમાં ભીંડા અને ચોળી તોડતી રહી હતી ત્યારે ગામનો જ અમિત સુરેશભાઈ બારીયા નામના યુવાને પાછળથી આવી સગીરાની શારીરિક છેડછાડ કરી અને ખેંચીને ઝાડીઓમાં લઇ જતા સગીરાએ બૂમાબૂમ કરતા તેની માતા ત્યાં દોડી આવતા આરોપી ત્યાંથી ભાગી ગયો હતો.

આ મુદ્દે રાજપીપળા સેશન્સ કોર્ટમાં આ કેસ ચાલતા સગીરા પક્ષે સરકારી વકીલ જીતેન્દ્ર ગોહિલની દલીલો બાદ એડી.સેશન્સ જજ એન.એસ.સિદ્દીકીનાઓએ ત્રણ વર્ષની સાદી કેદની સજા અને બે હજાર રૂપિયાના દંડનો હુકમ કર્યો છે.