મહારાષ્ટ્ર: હવે દીકરીઓ પર એસિડ ફેંકવા અને સામૂહિક બળાત્કાર કરી હત્યાના દોષિતોને હવે આવી જ બની ! તેમને મૃત્યુદંડની સજા થશે. આ સંદર્ભે, મહારાષ્ટ્ર વિધાનસભાએ ગુરુવારે સર્વસંમતિથી ‘શક્તિ અપરાધિક કાયદા બિલ’ પસાર થઇ ચુક્યું છે.

આ બિલને આવકારતાં વિપક્ષના નેતા દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે મહિલાઓ પર અત્યાચારની ઘટનાઓ સતત વધી રહી છે, તેથી હાલના કાયદાને કડક બનાવવાની જરૂર છે. આ કાયદા હેઠળ, બળાત્કારના કેસમાં, ગુનેગારને મૃત્યુદંડ અથવા સખત કેદની જોગવાઈ છે. ગુનાની માહિતી મળ્યાના 30 દિવસમાં તપાસ પૂર્ણ કરવાની રહેશે. જો 30 દિવસમાં તપાસ શક્ય ન બને તો પોલીસ મહાનિરીક્ષક અથવા પોલીસ કમિશનરને 30 દિવસની મુદત મળશે.

મહારાષ્ટ્ર વિધાનસભા આ બીલમાં મહિલાઓ વિરુદ્ધના ગુનાઓ માટે મૃત્યુદંડ સહિતની સજાની કડક જોગવાઈઓ કરવામાં આવી છે.