ધરમપુર: 8 ઓક્ટોબરના રોજ વલસાડના ધરમપુર તાલુકાના મોહનાકાઉચાલી ગામની DYSP ચાવડા સાહેબશ્રી અને ધરમપુર PSI પરમાર સાહેબશ્રીએ મુલાકાત કરી અને જંગલ જમીનના વિવાદ માટે લોકો સાથે ચર્ચા- વિચારણા કરી હતી
Decision Newsને મળેલી માહિતી મુજબ સ્થાનિકો દ્વારા ચાવડા સાહેબને જણાવ્યુ કે પ્લાન્ટેશન માટે અમારો કોઈ વિવાદ નથી પરંતુ જ્યાં સુધી કબ્જા ભોગવટ વાળી જમીન (દાવા અરજી)નો નિકાલ ન આવે ત્યાં સુધી પ્લાન્ટેશન બંધ રાખવા રજુઆત કરવામાં આવી જે જગ્યાની માગણી છે એના કરતાં ઓછી આપી છે ની રજુઆત સ્થાનિકો દ્વારા કરવાંમાં આવી હતી. અને જ્યાં DYSP ચાવડા સાહેબ એ સ્કૂલના બાળકો 8 ધોરણ સુધી ગામ માં ભણે છે પછી ક્યાં ભણવા માટે જાય છે એ બાબતે પૂછતા સ્થાનિકો દ્વારા આશરે 32 k.m. થી દુર જવું પડતું હોય છે.
આ બાબતે લોકોની રજુવાતો સાંભળ્યા બાદ ચાવડા સાહેબશ્રી દ્વારા કહેવામાં આવ્યું કે આદિવાસી સમાજે જે જંગલ જમીન માટે આંદોલનો કર્યા છે તે શાંતિપૂર્ણ અને અહિંસાના માર્ગે કર્યા છે જેથી રૂબરૂ મળીને આદિવાસી સમાજની સમસ્યાને જાણવાની કોશિશ કરી છે અમે SP સાહેબ સાથેની મુલાકાત લેશું અને જે સમસ્યા છે તેનું નિરાકરણ કરવામાં લાવવામાં પ્રયાસરત રહેશું તથા ધરમપુર PSI પરમાર સાહેબ દ્વારા આપ સૌ ગ્રામજનોને સંદેશો પોહચાડશું. આવું આશ્વાશન લોકોને આપ્યું હતું.