પંચમહાલ: વર્તમાન સમયમાં જ પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકાના ધનસર આંટા ગામમાં નવીન આંગણવાડી બનાવવાની કામગીરી શરૂ કરવા બાબતે ગ્રામ પંચાયતના માજી સરપંચ ચંદુભાઈ પરમારની દાદાગીરી સામે આવી રહી છે.
મળતી માહિતી મુજબ ધનસર આંટા ગ્રામ પંચાયતમાં પ્રાથમિક શાળાના આગળમાં પહેલા જૂની હતી તે આંગણવાડીને તોડી પાડી નવીન આંગણવાડી બનાવવાની કામગીરી શરૂ કરતાંની સાથે માજી સરપંચ ચંદુભાઈ મોહનભાઇ પરમાર દ્વારા નકશા મુજબની કામગીરી નકશા મુજબ થઈ રહી હતી ત્યારે સ્થળ ઉપર જઈ કામ અટકાવી ધાક ધમકી આપી હતી કે કેમ બાંધકામ કરો છો મારે અહીંયા ગાય-ભેંશ બાંધવાના છે અને જગ્યાનું કામ થતું અટકાવી આંગણવાળીની સૂચિત જગ્યાનું કામ અટકાવી મજૂરો તેમજ અન્યને હાથ ટાંટિયા તોડી નાખવાની ધમકી આપી અને ભેંસ બાંધવાના 3 ખિલા આ સૂચિત જગ્યામાં રોપ્યા હતા
સમગ્ર બાબત અંગે સરપંચ શ્રી કિરીટસિંહ પરમારને પૂછતાં તેઓએ જણાવ્યું કે આંટા પ્રાથમિક શાળાની આગળના ભાગમાં આંગણવાળી સૂચિત જગાય જૂની તોડી નવું બનાવી રહ્યા હતા ત્યારે માજી સરપંચ ચંદુભાઈ દ્વારા કામ અટકાવી પોતાની મનમાની કરી ધાક ધમકી આપેલ છે. જે બાબતને લઈને આમો દ્વાર તલાટી કમમંત્રી શ્રી, પોલીસ ઇન્સ્પેકટરશ્રી હાલોલ રૂરલ તેમજ તાલુકા વિકાસ અધિકારીશ્રી હાલોલને જાણ કરી આ બાબતે કાર્યવાહી કરવા રજુઆત કરી છે.
આ ધનસર ગ્રામ પંચાયતના માજી સરપંચ ચંદુભાઈના સમયમાં બાઇક ચોરી, ગામના લોકોના શોચાલયમાં ગેરરીતિ તેમજ આવાસ યોજનાઓમાં પણ ગેરરીતિ કરી હોવાની લોકચર્ચા ગામમાં જોર પકડી રહી છે. શું માજી સરપંચ ચંદુભાઈ પરમાર પંચાયતની જગ્યાને પોતાની માલિકી સમજી બેઠો છે ? કે પછી હજુ સત્તાનો નશો ઉતર્યો નથી ? શું માજી સરપંચ દ્વારા પહેલા ગામમાં અનેક ગેરરીતિ કરવામાં આવી છ ? સમગ્ર બાબત માજી સરપંચ ચંદુભાઈ ઉપર સરકારી કામમાં અડચણ અને કાયદાકીય કડકમાં કડક પગલાં ભરવાની સમગ્ર ગ્રામજનોની ઉગ્ર માંગ ઉઠી હતી.











