નર્મદા: ગતિશીલ ગુજરાતમાં આજે પણ અંતરિયાળ વિસ્તારના લોકો વિકાસ માટે ઝંખે છે, એક બાજુ સરકાર કરોડો રૂપિયા રસ્તાઓ બાનાવવા ગ્રાન્ટ ફાળવવામાં આવે છે આ ગ્રાન્ટ કાય વપરાય છે તેવા સવાલો લોકો પૂછી રહ્યા છે.
નર્મદા જિલ્લાના ગરુડેશ્વરના ચિનકુવા, ચાપટ જેવા નર્મદા જિલ્લામાં કેટલાય ગામો છે કે જ્યાં ગામમાં જવાનો મુખ્ય માર્ગ આજ દીન સુધી બન્યો નથી. ગ્રામજનોની રજૂઆતને પગલે ગ્રામપંચાયતો કાચો મનરેગાના કામ હેઠળ મેટલ, માટીકામ કરી રસ્તો સરખો કરી આપે છે પણ ચોમાસામાં વરસાદથી ધોવાણ થઇ જાય છે એટલે જે સે થે જેવી હાલત થઇ જાય છે. ચિનકુવા અને ચાપટ બંને માર્ગો બિસ્માર થતા ખાડા પડી ગયા છે. વરસાદમાં ધોવાણ થતા ગ્રામજનો એ નવા રસ્તાની માંગ કરી છે.
નોંધનીય છે કે, ગરુડેશ્વર તાલુકાના ચિનકુવા ગામ સુધી જવા માટે 4 કિ.મિનો ઉંચો ડુંગર ચડવો પડે છે પરંતુ જો રસ્તો વ્યવસ્થિત કરવામાં આવે તો ગ્રામજનોની અવાર જવર ચાલુ થાય. કોલોનું કહેવું છે કે તંત્રને અનેક રજુઆતો કરી પરતું કોઈ નિરાકરણ ન આવતા હવે ગ્રામજનો જાતે મરમ્મત કરે છે. ખાડામાં માટીનું પુરાણ કરી પાણી ભરાયા હોય તેનું પુરાણ કરીને હાલ જાતે કામ કરી રહ્યા છે. લોકોનું કહેવું છે જે વિસ્તારની સમગ્ર વિશ્વમાં નામના છે તે વિસ્તારના અંતરિયાળ વિસ્તારના લોકો આજે પણ પ્રાથમિક સુવિધાઓથી વંચિત છે, સરકારે આ વિશે તંત્રનું ધ્યાન દોરવું જોઈએ અને લોકોની માંગ છે કે, સરકાર વહેલી ટકે આ ગામોને રસ્તો આપે એ જરૂરી બન્યું છે.

