ભારતના ત્રણ દિવસીય યાત્રા પર આવેલ ડેન્માર્કના પ્રધાનમંત્રી મેટ્ટે ફ્રેડરિક્સન સાથે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની દ્વિપક્ષીય બેઠક યોજાઈ હતી. ભારત અને ડેન્માર્ક વચ્ચે 4 કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા. સાથે જ બંને દેશ વચ્ચે ત્રણ વાણિજ્ય કરાર પર પણ હસ્તાક્ષર કરવામાં આવ્યા.

દ્વિપક્ષીય બેઠકમાં બંને દેશ વચ્ચે પરસ્પર હિતના ક્ષેત્રીય અને બહુપક્ષીય મુદ્દાઓ પર ચર્ચા થઈ. પ્રધાનમંત્રીએ ચર્ચા બાદ કહ્યું આજથી એક વર્ષ પહેલા અમે અમારી વર્ચ્યુઅલ સમિટમાં ભારત અને ડેનમાર્ક વચ્ચે ગ્રીન સ્ટ્રેટેજિક પાર્ટનરશીપ સ્થાપિત કરવાનો ઐતિહાસિક નિર્ણય લીધો હતો. તે આપણા બંને દેશોની દૂરગામી વિચારસરણી અને પર્યાવરણ માટે આદરનું પ્રતીક છે.

આ ભાગીદારી એક ઉદાહરણ છે કે કેવી રીતે સામૂહિક પ્રયત્નો દ્વારા ટેકનોલોજી દ્વારા પર્યાવરણની જાળવણી કરતી વખતે કોઈ હરિયાળી વૃદ્ધિ માટે કામ કરી શકાય છે.