કાબુલ એરપોર્ટ પર ગુરુવારે સાંજે સતત બે વિસ્ફોટ થયા છે, જેમા અમેરિકાના ચાર મરીન કમાન્ડો સહિત 13 સૈનિકોના મૃત્યુ નિપજ્યા છે. આ દરમિયાન મોડી રાત્રે અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડને પ્રેસ કોન્ફરન્સને સંબોધન કર્યું અને હુમલાખોરોને સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી કે, તેમને હુમલાની કિંમત ચુકવવી પડશે.

વધુમાં જો બાઇડને જણાવ્યું હતું કે, કાબુલમાં અમારુ મિશન ચાલુ રહેશે. જો જરૂર પડી તો વધુ અમેરિકી સૈનિકોને અફઘાનિસ્તાનમાં મોકલીશું. બાઇડને એમ પણ કહ્યું, અમે ISISનાએ નેતાઓને પણ જાણીએ છીએ જેઓ આ હુમલો કરાવવામાં સામેલ છે, અમે તેમને શોધીને જ રહીશું. તેમણે એવી જાહેરાત પણ કરી કે,. મહિનાના અંત સુધી અમેરિકા પોતાના સૈનિકોને અફઘાનિસ્તાનમાંથી બહાર કાઢી લેશે. પરંતુ જાણી લે અમે આતંકીઓથી ડરવાના નથી.

નોંધનીય છે કે, અહેવાલો મુજબ બીજો વિસ્ફોટ US આર્મીના સૈનિકોને નિશાન બનાવી કરવામાં આવ્યો હતો. થોડા દિવસ અગાઉ અમેરિકા રાષ્ટ્રપતિ જો બાઇડન ચેતવણી આપી છે કે જો અમેરિકાના નાગરિકો પર હુમલો થાય છે, તો તેઓ કડક કાર્યવાહી કરશે.