ચીખલી: ચોમાસાં દરમિયાન ગુજરાતમાં ગ્રામ્યથી લઈને શહેરોના મોટાભાગના રસ્તાઓ બિસ્માર હાલમાં જોવા મળી રહ્યા છે ત્યારે ચીખલી તાલુકાના મોગરાવાડીના મિસ્ત્રી ફળિયાના બિસ્માર રસ્તા અંગે ગામના લોકો દ્વારા કોંગ્રેસના આગેવાન શૈલેશ પટેલની આગેવાની ટીડીઓને આવેદનપત્ર આપી તાત્કાલિક ધોરણે એના સુધાર કરવની માંગણી કરી છે.

Decision Newsને સુત્રો પાસેથી મળેલી માહિતી મુજબ ચીખલી તાલુકાના મોગરાવાડી ગામના મિસ્ત્રી ફળિયા વિસ્તારના લોકો દ્વારા તાલુકા કોંગ્રેસના પ્રમુખ શૌલેશભાઈ પટેલ, અગ્રણી મગનભાઈ આમધરા, આઈ.સી.પટેલ સહિતનાઓ સાથે ટીડીઓ હિરેન ચૌહાણ વગેરે સાથે મળીને આ સમસ્યા નિવારણ માટે આવેદનપત્ર આપ્યું હતું

ગામના લોકો કહી રહ્યા છે કે અમારા ગામનો મુખ્ય રસ્તાથી 1.5 કિ.મીનો રસ્તો મિસ્ત્રી ફળિયા મોગરાવાડીને જોડે છે, એ રસ્તો હાલમાં એટલો ખરાબ છે કે કોઈ બિમાર પડે તો ઝોળીમાં લાવવું પડે  છે  છેલ્લા ચાર વર્ષથી સરપંચને રજૂઆત કરવા છતા માત્રને માત્ર આ ફળિયાનો રસ્તો બનાવવામાં આવતો નથી. જેથી કંટાળી જઈ નાછૂટકે તાલુકામાં રજૂઆત કરવાની ફરજ પડી છે. સરપંચનો આ પ્રકારના ભેદભાવથી મોગરાવાડીમાં મિસ્ત્રી ફળિયાનો લોકોમાં રોષ ફેલાયો જોવા મળ્યો હતો