નવી દિલ્હી: આજે ફરી ધર્મગુરૂ કાલીચરણ બાદ ગાઝિયાબાદ સ્થિત ડાસના મંદિરના મહંત એ મહાત્મા ગાંધીને લઈ વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે.તેમણે મહાત્મા ગાંધીને ‘ગંદકી’ ગણાવ્યા છે. મહંત નરસિંહાનંદ સરસ્વતી ગિરીએ હરિદ્વાર ખાતે કહ્યું હતું કે, ધર્મગુરૂ કાલીચરણની ધરપકડ થઈ એ ખોટું થયું છે.

ઉલ્લેખનીય છે કે, થોડા દિવસો પહેલા રાયપુર ખાતે યોજાયેલી એક ધર્મ સંસદમાં ધર્મગુરૂ કાલીચરણ એ  મહાત્મા ગાંધીને લઈ અપશબ્દો બોલ્યા હતા. તેમણે મહાત્મા ગાંધીની હત્યા માટે નાથુરામ ગોડસેની પ્રશંસા પણ કરી હતી. ત્યાર બાદ ગુરૂવારે મધ્ય પ્રદેશના છતરપુર ખાતેથી ધર્મગુરૂ કાલીચરણની ધરપકડ કરવામાં આવી હતી. ધર્મગુરૂની ધરપકડ બાદ છત્તીસગઢ અને મધ્ય પ્રદેશ સરકાર સામસામે આવી ગઈ હતી.

ડાસના મંદિરના મહંતે કહ્યું કે, ‘ગાંધી નામની ગંદકીના કારણે જેણે સ્વામી કાલીચરણ મહારાજની ધરપકડ કરી છે, મા કાલી અને મહાદેવ તેમનો વિનાશ કરશે. તેમણે કાલીચરણના નિવેદન સાથે સંત સમાજને શત પ્રતિશત સહમત ગણાવ્યો હતો. મહંતે કહ્યું કે, સંત સમાજ કાલીચરણ મહારાજની સાથે છે.’ તે સિવાય કાલીચરણ મહારાજને જલ્દી જામીન નહીં મળે તો છત્તીસગઢના મુખ્યમંત્રી આવાસ ખાતે જઈને આમરણાંત અનશન કરવાની વાત પણ કરી હતી.