હિન્દી ફિલ્મના યુવા એક્શન સ્ટાર ટાઇગર શ્રોફ અપકમિંગ ફિલ્મમાં ક્રિતી સૅનનની જોડી ૭ વર્ષ બાદ ફરીથી એક વખત ઑન-સ્ક્રીન ‘ગણપત પાર્ટ 1’માં જોવા મળવાની છે. આ બન્નેએ ૨૦૧૪માં આવેલી ‘હીરોપંતી’ દ્વારા બૉલીવુડમાં એન્ટ્રી કરી હતી. ૨૦૨૨માં રિલીઝ થનારી ‘ગણપત પાર્ટ 1’ને વિકાસ બહલ ડિરેક્ટ અને જૅકી ભગનાણી પ્રોડ્યુસ કરશે.

ફિલ્મમાં ક્રિતી જસ્સીના રોલમાં જોવા મળશે ફિલ્મમાં ક્રિતી એન્ટ્રીની ધમાકેદાર છે. ઇન્સ્ટાગ્રામ ટાઇગરે પોતાના ઇન્સ્ટાગ્રામ કૅપ્શન આપી હતી કે ‘ખતમ હુઆ ઇન્તઝાર. ‘ગણપત પાર્ટ 1’માં ફરીથી ટૅલન્ટેડ ક્રિતી સૅનન સાથે કામ કરવા માટે સુપર એક્સાઇટેડ છું.’

ક્રિતીનું કહેવું છે કે ‘ટાઇગર સાથે ૭ વર્ષ બાદ ફરીથી કામ કરવા માટે હું ઉત્સાહિત છું. સાથે જ વિકાસના ડિરેક્શનમાં બનનાર આ ફિલ્મ માટે પણ, જે મારા માટે નવી છે. હું ઘણા સમયથી ઍક્શન ફિલ્મમાં કામ કરવાની રાહ જોઈ રહી હતી. પૂજા એન્ટરટેઇનમેન્ટ સાથે આ વિશાળ સ્કેલમાં કામ કરવા માટે સુપર એક્સાઇટેડ છું. જૅકી એક પૅશનેટ પ્રોડ્યુસર છે. હું ખુશ છું કે તેમની સાથે હું મારા કૂલ કૅરૅક્ટરની જર્ની શરૂ કરી રહી છું.’

ડિરેક્ટર વિકાસ બહલ ક્રિતીની પ્રશંસા કરતાં કહે છે કે ‘સ્ક્રીન પર ક્રિતીની હાજરી ન માત્ર આકર્ષણ કરે છે, પરંતુ તેની પર્સનાલિટી સુપર સ્ટારની છે. તે એકમાત્ર યોગ્ય કલાકાર છે જેને ટાઇગરની ઑપોઝિટ કાસ્ટ કરી શકાય. મને પૂરી ખાતરી છે કે તે પર્ફેક્ટ ઍક્શન હિરોઇન પુરવાર થશે. હું આ બન્ને અદ્ભુત કલાકારો સાથે કામ કરવા માટે આતુર છું.’ હવે જોવું રહ્યું કે દર્શકોને આ ફિલ્મ કેટલી આકર્ષી શકે છે.