પ્રતિકાત્મક ફોટોગ્રાફ્સ

નવી દિલ્હીઃ નવા કૃષિ કાયદાઓની સામે વિરોધ કરવા ખેડૂતો 6 ફેબ્રુઆરીએ ‘ચક્કા જામ’ કરવાના છે. ખેડૂત યુનિયનોનું કહેવું છે કે આ ‘ચક્કા જામ’ દેશવ્યાપી હશે. આ ‘ચક્કા જામ’ દરમ્યાન મુખ્ય રસ્તાઓ પર 6 ફેબ્રુઆરીએ બપોરે 12 કલાકથી ત્રણ કલાક દરમ્યાન વાહન-વ્યવહાર ચાલવા નહીં દેવામાં આવે. સિંધુ બોર્ડરની પાસે એક ફેબ્રુઆરીએ થયેલી બેઠકમાં નિર્ણય કરવામાં આવ્યો હતો.

ભારતીય કિસાન યુનિયનના રાષ્ટ્રીય પ્રવક્તા રાકેશ ટિકૈતે કહ્યું હતું કે જે લોકો અહીં ના આવી શકે, તેઓ પોતપોતાની જગ્યાએ આવતી કાલે ‘ચક્કા જામ’ શાંતિપૂર્ણ રીતે કરશે. તેમણે કહ્યું હતું કે દિલ્હી, ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડમાં ‘ચક્કા જામ’ નહીં કરવામાં આવે. મનજિત સિંહ રાયના જણાવ્યા મુજબ આ ‘ચક્કા જામ’થી ખેડૂતો જોવા ઇચ્છે છે કે તેઓ એકજૂટ છે. અમે સરકારને અમારી તાકાત બતાવવા માગીએ છીએ.

આ ‘ચક્કા જામ’  બપોરે ત્રણ કલાકે પૂરુ થશે, ત્યારે તેઓ એક મિનિટ માટે કારોમાં હોર્ન વગાડવામાં આવશે. આ ચક્કા જામ મોટા ભાગે પંજાબ, હરિયાણા અને પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં જોવા મળવાની સંભાવના છે. ખેડૂતોનો ‘ચક્કા જામ’ કરવાના આ નિર્ણય  સરકાર દ્વારા લદાયેલા ત્રણ કાયદાને નાબુદ કરવા કેટલો ભાગ ભજવશે એ તો સમય જ નક્કી કરશે.