આજે 5 ફેબ્રુઆરી, આજના આ એતિહાસિક દિવસે ભારતનાં પ્રથમ કાયદા મંત્રી, બંધારણનાં શિલ્પી ડૉ. બાબા સાહેબ આંબેડકરએ હિન્દુ કોડ બિલ પ્રસારિત કર્યું. આ બીલમાં પુરુષોની જેમ સ્ત્રીને પણ બરાબરીનો અધિકાર આપવાની અને પુરુષોની જેમ સ્વતંત્રતા મેળવી પ્રગતીનાં પંથે આગળ વધવા માટે અધિકારોની લખવામાં આવી છે.
ભારતમાં હજારો વર્ષોથી મહિલાના હણાતા સ્વમાનને આ મહામાનવે કોઈ એક સમાજની કે જાતિની મહિલાઓ માટે નહીં પરંતુ કોઈ પણ જાતનો ભેદભાવ રાખ્યા વગર સમગ્ર ભારત દેશની મહિલાઓની મુક્તિનો ગ્રંથ લખી નાખ્યો છે. આ મસીહાનાં મનમાં દેશની પ્રત્યેક મહિલાઓ માટે સન્માન આદર પ્રેમ લાગણી કારણે હજારો વર્ષોથી મહિલાની ગુલામીને પોતાની કલમની તાકાતથી હજારો વર્ષોથી મહિલાના પગમાં જડેલી ગુલામીની જંજીરોને તોડી, આઝાદ કરી મહિલાઓનાં મુક્તિનાં ધ્વાર જ ખોલી નાખ્યા હતા
ડૉ બાબા સાહેબનાં અથાગ અવિરત પરિશ્રમ અને પોતાની મહિલા ગરિમા માટે બનાવવામાં આવેલા આ બિલનો દેશમાં મોટા પ્રમાણમાં વિરોધ કરવામાં આવ્યો. હિન્દુ કોડ બિલનો વિરોધ થતાં આ મહામાનવે પોતાના પદ ઉપરથી રાજીનામું આપવામાં પણ ખચકાટ અનુભવ્યો ન હતો. આજનાં ઐતિહાસિક દિવસે ડૉ બાબસાહેબનાં મિશનનો કારવા આગળ લઇ જવા માટે સંકલ્પ બધ્ધ થવું જોઈએ.