પ્રતિકાત્મક ફોટોગ્રાફ્સ

નર્મદા જિલ્લાના ગરુડેશ્વર તાલુકા મથકે લગ્નમાં નાચવા બાબતે ઝગડો થતા જે બાબતની વેર રાખી બીજે દિવસે બે શકશો એ એક યુવાનને માર માર્યો હતો ઈજાગ્રસ્ત યુવાને બે સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. તિલકવાડા તાલુકાના કાટકોઈ ગામના રાહુલ સુમન તડવી તથા ગરુડેશ્વરના પ્રતાપભાઇ ગોપાલભાઇ તડવી અને રાજુભાઇ તડવી ગત 31 જાન્યુઆરી 2021 ના રોજ ગરૂડેશ્વર બજારમા રહેતા શ્રવણના લગ્નમા બેન્ડ વાગતુ હોય જેમાં નાચતા હતા તે વખતે રાહુલ તડવીને પ્રતાપ તડવી અને રાજુ તડવી બંનેએ રાહુલને બે ત્રણ તમાચા મારી ઝઘડો કર્યો હતો. જયારે સ્થાનિક હાજર લોકોએ છોડાવી ઝગડો શાંત પાડયો હતો.

બાદમાં 1 ફેબ્રુઆરીના રોજ બપોરના ત્રણ વાગે રાહુલ તડવી અકતેશ્વર રાજા શો રૂમ પર બેઠા હતા તે વખતે મોટર સાયકલ લઈને પ્રતાપ તડવી આવી રાહુલને પકડી ઢીકા પાટુનો માર મારવા લાગેલ અને રાજુ આવીને પોતાના હાથમા પહેરેલ લોખંડનુ કડુ માથાના ભાગે મારી ઈજાઓ પહોંચાડી હતી, અને બંને ઇસમોએ જાનથી મારી નાખવાની ધમકી આપી નાશી ગયા હતા. ઈજાગ્રસ્ત રાહુલ તડવીને તેના મિત્રો સારવાર માટે લઈ ગયા હતા અને ગરુડેશ્વર પોલીસમાં બંને વિરુદ્ધ ફરિયાદ નોંધાતા પોલીસે આગળની કાર્યવાહી હાથધરી છે.