સૌ પ્રથમ પ્રજાસત્તાક દિવસની દરેક ને શુભકામના દર વર્ષે 26 મી જાન્યુઆરી આવે એટલે આપણે સૌ કોઈ પ્રજાસત્તાક દિવસની શુભકામનાં દરેકને પાઠવીએ. જેવી 26 જાન્યુઆરી તારીખ નીકળી જાય આ દિવસને કોઈ યાદ પણ નથી કરતુ. ચાલો આ દિવસને સમજીએ કે પ્રજાસત્તાક દિવસ આપણા માટે કેમ આટલો મહત્વનો છે.
પેહલા તો પ્રજાસત્તાકનો મતલબ સમજીએ પ્રજા એટલે લોકો અને સત્તા એટલે પાવર, શક્તિ. પ્રજાસત્તાક એટલે લોકોની શક્તિ દેશ પર રાજ કરવા માટે, આ દેશ લોકો દ્વારા ચાલશે નહીં કે કોઈ રાજા, કે ઉદ્યોગપતિ કે કોઈ એક સમાજ આ દેશ દરેક નાગરિકો દ્વારા ચાલશે પછી એ કોઈ પણ જાતિ કે ધર્મનો હોય, મહિલા હોય કે પુરુષ હોય દરેક ને એક સમાન અધિકાર હશે.
1947 માં દેશ આઝાદ થયા પછી આ દેશને કેવી રીતે ચલાવવો એના માટે બંધારણ બનાવવાની પ્રક્રિયા શરુ કરવામાં આવી એને તૈયાર કરતા 2 વર્ષ 11 મહિના અને 17 દિવસ લાગ્યા હતા. અને બંધારણ નિર્માતાઓએ 26મી નવેમ્બર 1949 માં સૌ પ્રથમ ભારતનું બંધારણ તૈયાર કરીને દેશને સોંપવામાં આવેલું. અને આખરે 26મી જાન્યુઆરી 1950 ના રોજ બંધારણ દેશમાં અમલીકરણ કરવામાં આવ્યું.
26મી જાન્યુઆરી 1950 જેવું જ અમલીકરણ કરવામાં આવ્યું આપનો દેશ પ્રજા એટલે કે લોકોના હાથમાં આવી ગયો હતો. આ બંધારણમાં સૌને એક ખુબ જ મોટો અધિકાર આપવામાં આવ્યો હતો “મતદાન નો અધિકાર” (One Vote, One Value). આ અધિકાર સાથે હવે દેશની પ્રજા રાજા બની ગઈ હતી. હવે દેશના મુખ્યા કોને બનાવવું અને કોને નહિ બનાવવું એ લોકોના હાથમાં હતું.
આ દિવસ ગરીબ, મજદૂર, મહિલા, આદિવાસી, દલિત, મુસ્લિમ, પછાત અને અન્ય લોકો જે કમજોર વર્ગમાં આવે છે એમના માટે 26 મી જાન્યુઆરી 1950 એ એક ખુબ જ મહત્વપૂર્ણ દિવસ હતો. આ દિવસ “સોનાનો દિવસ” હતો એવું કહી શકીએ. કારણ કે દેશ પ્રજાસત્તાક બન્યો એના પેહલાં આપણા લોકો પાસે અધિકાર ન હતા. એક તરીકે ગુલામ જ હતા. શિક્ષણનો અધિકાર ન હતો, સંપત્તિનો અધિકાર ન હતો, દેશ પર રાજ કરવાનો અધિકાર ન હતો, અમુક જગ્યા એ તો મહિલાઓને કપડાં સુધી પહેરવાનો અધિકાર ન હતો.
26મી જાન્યુઆરી પછી દલિત આદિવાસી ઓને શિક્ષણમાં, સરકારી નોકરીમાં અને રાજકીયમાં બંધારણીય અનામત આપવામાં આવ્યું. મહિલાઓને પણ વિશેષ અધિકારો આપવામાં આવ્યા, જેવા કે સંપતિ અધિકાર, મતદાન કરવાનો અધિકાર, શિક્ષણનો અધિકાર. SC ST એટ્રોસિટી કાયદો બનાવવામાં આવ્યો જેથી એ લોકો પર કોઈ જાતિગત ટિપ્પણી ન કરે આદિવાસીઓને 5મી સૂચિ બંધારણમાં આપવામાં આવી છે. ઘણા એવા સમાનતા વાળા આર્ટિકલ્સ અને મૂળભૂત અધિકારો સ્થાપવામાં આવ્યા છે. એટલે ટૂંકમાં વાત કરીએ તો પછાત વર્ગના લોકોને આગળ લઈ જવા માટે ઘણા એવા અધિકારો ભારતના બંધારણમાં આપવામાં આવ્યા છે.
આજે આપણે જોઈ શકીયે છીએ છે કે આજે આદિવાસી, દલિત, મહિલા વર્ગમાંથી લોકો આજે સારી સારી પોઝિશન પર જોવા મળી રહ્યા હશે. કલેકટર, ડોક્ટર, ઈજનેર, વકીલ, બિઝનેસમેન, IPS અધિકારી, સંસદ, ધારાસભ્ય, મંત્રીઓ વગેરે વગેરે બની ગયા છે આ દરેક વસ્તુ માટે બંધારણમાં આપવામાં આવેલા અધિકારોના લીધે સંભવિત થિયું છે. એટલે આ દિવસ આપણા જેવા લોકો માટે સામાન્ય નથી.
બંધારણમાં અધિકારો તો આપવામાં આવ્યા છે ઘણા અધિકારો હજુ લાગુ નથી કરવામાં આવ્યા છે જેવું કે આદિવાસીઓને આપવામાં આવેલ 5મી સૂચિ એટલે આપણે સતત પ્રયત્નશીલ રેહવું જોઈએ આપણા અધિકારો મેળવવા માટે પરંતુ આજે ધીરે ધીરે બંધારણને ખતમ કરવાનું ષડ્યંત્ર ચાલી રહ્યું છે. જેવું જેવું બંધારણ ખતમ થઇ રહ્યું છે આપણા અધિકારો પણ ખતમ થઇ રહ્યા છે. એટલે પ્રજાસત્તાક દિવસની શુભકામનો પાઠવીને આ દિવસને ભૂલી ના જાવ પરંતુ દરરોજ બંધારણને યાદ કરીને આપણા અધિકારો વિષે ચર્ચા કરો અને એ અધિકારોને મેળવવા માટે પ્રયત્ન કરો. અને બંધારણ ને બચાવવા હંમેશા આગળ રહો.
BY મનોજ રાઉત