પશ્ચિમ બંગાળના કોલકાતામાં 23 જાન્યુઆરીએ નેતાજી સુભાષચંદ્રની બોઝની જયંતી કાર્યકર્મ દરમિયાન પ્રધાન મંત્રીની હાજરીમાં સૂત્રોચ્ચારની ઘટના પર સીએમ મમતા બેનરજીએ પ્રતિક્રિયા આપી છે. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ સોમવારે હુગલીમાં એક જનસભાને સંબોધિત કરતા આ મુદ્દાને લઈને બીજેપી પર જોરદાર પ્રહાર કર્યો હતો. તેમણે કહ્યું કે હું બીજેપી સામે માથું ઝુકાવવાને બદલે પોતાનું ગળું કાપવાનું પસંદ કરીશ.

નોંધનીય છે કે 23 જાન્યુઆરીએ વિક્ટોરિયા મેમોરિયલમાં નેતાજી સુભાષચંદ્ર બોઝની જયંતી સમારોહમાં મમતા બેનરજીએ ત્યારે ભાષણ આપવાની ના પાડી દીધી હતી કારણ કે ભીડમાં રહેલા લોકોએ જય શ્રીરામના નારા લગાવ્યા હતા. આ સમયે તેમણે કહ્યું હતું કે તે લોકોએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સામે મારું અપમાન કર્યું છે. હું બંદૂકોમાં નહીં પણ રાજનીતિમાં વિશ્વાસ રાખું છું. બીજેપીએ નેતાજી અને બંગાળનું અપમાન કર્યું છે.

મમતા બેનરજીએ કહ્યું કે જો તમે નેતાજી સુભાષ ચંદ્ર બોઝની જય કરી હોત તો હું તમને સલામ કરત પણ જો મને બંદૂક બતાવવામાં આવશે તો તે બંદૂકની સંદૂક બતાવી શકે છે, પરંતુ તે રાજકારણમાં માને છે, બંદૂકોમાં નહીં.