દક્ષિણ ગુજરાત: નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના નાના સરખા નાંદરખા ગામમાં રહીને નાનો સરખો કોલસાનો વેપાર કરતો હતો. આ યુવાને કોરોના ના સમયગાળામાં 50થી વધુ આલ્બમ સોંગ્સમાં અભિનય, દિગ્દર્શન અને નિર્માતાના કામો ખૂબજ સફળતા પૂર્વક કરી દર્શકો ઉપર ખૂબ જ આગવી છાપ ઉભી કરી છે.

તેમણે ગત વર્ષ દરમિયાન રિલીઝ થયેલ 15 જેટલા આલ્બમ સોંગે તો ભારે સફળતા મેળવી છે. આ 27 વર્ષીય યુવાનનું નામ છે સુશીલ શાહ. વ્યવસાયે પોતે કોલસાના વેપારી છે, પરંતુ છેલ્લા એક વર્ષથી અભિનય ક્ષેત્રે સાંપડેલી ભારે સફળતાને પગલે વ્યવસાયે અભિનેતા બની ગયા છે. તેમણે ગત વર્ષ દરમિયાન રિલીઝ થયેલ 15 જેટલા આલ્બમ સોંગે તો ભારે સફળતા મેળવી છે.

વિતેલા સમયમાં કોરોનાનું સૌ માટે આકરૂ વર્ષ હતું. ચારે બાજુ નિષ્ફળતા નિષ્ફળતા અને નિષ્ફળતા જ દેખાતી હતી. જયારે આપણી હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રી પણ સાવ ઠપ થઈ ગઈ હતી. તેવા સંજોગોમાં પણ સુશીલ શાહે ગત વર્ષ દરમિયાન 50થી પણ વધુ આલ્બમ સોંગ આપ્યા.

તે ખાસ કરીને સોશિયલ મીડિયામાં છવાયેલા રહ્યા. આવનાર 2021નું વર્ષ પણ એને પગલે તેમને ભરપૂર સફળતા અપાવનારી પૂરવાર થવા તરફ જઇ રહ્યું છે. એમની સાથે બીલીમોરાના 28 વર્ષીય યુવાન કૃણાલ ટોપીવાલા લગભગ તમામ આલ્બમની ફોટોગ્રાફી કરીને કેમેરો સંભાળીને તેમની સફળતામાં સહભાગી રહ્યા છે.

સુશીલ શાહે જણાવે છે કે મારી સફળતા પાછળ નાના પડદાના સૌભાગ્ય બીજા અનેક કલાકારો પણ છે. ગણદેવી તાલુકાના બાળ કલાકારો ગણદેવીની નવ વર્ષીય દુર્વા પ્રજાપતિ હોય કે તલિયારા જેવા નાનકડા ગામનો સાત વર્ષીય છોકરો આર્યન મૌલિક નાયક હોય એવી બાલ પ્રતિભાને પણ એમણે સાથે બહાર લાવવાનો પ્રયત્ન કર્યો છે. ગણદેવી, વાંસદા, ચીખલી તાલુકાના કેટલાય યુવાન કલાકારોને આલ્બમમાં અભિનય માટે ટેકનિકલ કામ માટે સ્થાન આપી, રોજગારી પૂરી પાડી, બહાર લાવવાનો પ્રયત્ન કર્યો છે. આગામી દિવસોમાં બીજા આલ્બમ સોંગ સાથે આવી રહ્યા હોવાનું તેમનું કહેવું છે.

by દિવ્યભાસ્કર