ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 518 કેસ નોંધાયા છે. જેની સામે 704 દર્દીઓ સાજા થયા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોરોનાને કારણે 2 દર્દીઓના મોત થયા છે. રાજ્યમાં કુલ મૃત્યુઆંક 4365 થયો છે. રાજ્યમાં સાજા થવાનો દર 95.79 ટકા છે.

રાજ્યમાં આરોગ્ય વિભાગે આપેલી વિગતો પ્રમાણે નવા નોંધાયેલા કેસમાં અમદાવાદમાં 99, સુરતમાં 86, વડોદરામાં 89, રાજકોટમાં 76, જામનગરમાં 17, કચ્છમાં 16, જૂનાગઢ, ગાંધીનગરમાં 15, મહેસાણામાં 14-14, ભરુચમાં 10, દાહોદ, ગીર સોમનાથમાં 9-9 સહિત કુલ 518 કેસ નોંધાયા છે.

રાજ્યમાં 24 કલાકમાં કોરોનાના કારણે 2 દર્દીઓના મોત થયા છે. બંને મોત અમદાવાદમાં થયો છે. બીજી તરફ અમદાવાદમાં 176, સુરતમાં 132, વડોદરામાં 66, રાજકોટમાં 172, સાબરકાંઠામાં 19, જામનગરમાં 17 સહિત 704 દર્દીઓએ કોરોના વાયરસને મ્હાત આપી છે.

રાજ્યમાં અત્યારે કુલ 6400 દર્દીઓ એક્ટિવ પેશન્ટ તરીકે દાખલ છે, જેમાં 56 દર્દીઓ વેન્ટીલેટર પર છે. રાજ્યમાં 6347 દર્દીઓ સ્ટેબલ છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 2,45,107 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.