દિલ્હીની સરહદો પર કિસાનોનું વિરોધ પ્રદર્શન ચાલી રહ્યું છે. કિસાનો કેન્દ્ર સરકારના નવા કૃષિ કાયદાને રદ્દ કરવાની માંગને લઈને વિરોધ પ્રદર્શન કરી રહ્યાં છે. આ મામલે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી ચાલી રહી છે. આજે સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે મહત્વનો ચુકાદો આપતા નવા કૃષિ કાયદા પર આગામી આદેશ સુધી પ્રતિબંધ લગાવી દીધો છે.

કેન્દ્ર સરકાર દ્વારા પાસ કરવામાં આવેલા ત્રણેય કૃષિ કાયદાને લાગૂ થવા પર સુપ્રીમે પ્રતિબંધ લગાવી દીધો છે. સર્વોચ્ચ અદાલતે મંગળવારે આ ચુકાદો સંભળાવ્યો છે. આ સાથે મામલાના ઉકેલ માટે કમિટીની રચના કરવામાં આવી છે. આ કમિટીમાં કુલ ४ લોકો સામેલ થશે, જેમાં ભારતીય કિસાન યુનિયનના જિતેન્દ્ર સિંહ માન, ડો. પ્રમોદ કુમાર જોશી, અશોક ગુલાટી (કૃષિ નિષ્ણાંત) અને અનિલ શેતકારી સામેલ છે.