આજ રોજ સમાજ દળ દ્વારા વલસાડ ના વિવિધ વિસ્તાર માં રહેતા બાળકો ને આશરે ૩૦ કરતા વધારે પતંગ અને ફિરકી ની કીટ આપવામાં આવી સમાજ દળ ના સ્વયંસેવકો જ્યારે એમને ભોજન જમાડવા અને અન્ય સહાયક કીટ નું વિતરણ માટે જતા ત્યારે ત્યાં રહેલા બાળકો કહેતા કે ભાઈ મકરસંક્રાંતિ આવી રહી છે

અમારા માટે પતંગ અને ફિરકી ક્યારે લાવશો એ રીત ની વાતો એ બાળકો દ્વારા કહેવામાં આવતી હતી આ વાત ને ધ્યાન માં રાખી આજે એ બાળકો સાથે સમાજ દળ મકરસંક્રાંતિ ની ઉજવણી એમને પતંગ અને ફિરકી આપી કરવામાં આવી સાથે સાથે એ સૌ બાળકો ને સમજાવવામાં આવ્યા કે

સૌ લોકો સવારે ૬:૦૦ થી ૯:૦૦ અને સાંજે ૪:૦૦ થી ૬:૦૦ સુધી પતંગ ન ચગાવે જેથી કરી આકાશ માં ઉડી રહેલા દરેક પક્ષી ને કોઈ પ્રકાર ની હાની ન પોહચે અને સમાજ દળ આ જ રીતે આવનારા સમયમાં દરેક સેવા ના કર્યો હમેશા કરતું રહશે