ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 675 નવા કેસ નોંધાયા છે. જ્યારે કોરોના સંક્રમણના કારણે વધુ 5 લોકોના મૃત્યુ સાથે કુલ મૃત્યુઆંક 4340 પર પહોંચ્યો છે. રાજ્યમાં હાલ 7968 એક્ટિવ કેસ છે, જ્યારે અત્યાર સુધી કુલ 2,38,965 લોકોને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે. રાજ્યમાં હાલ 59 દર્દી વેન્ટીલેટર પર છે અને 7909 લોકો સ્ટેબલ છે.

રાજ્યમાં 24 કલાકમાં કોરોનાના કારણે અમદાવાદ કોર્પોરેશનમાં 2, રાજકોટ કોર્પોરેશન-1, સુરત-1 અને વડોદરામાં 1નાં મોત સાથે કુલ 5 લોકોના કોરોનાથી મોત નીપજ્યા હતા.

રાજ્યમાં આરોગ્ય વિભાગે આપેલી વિગતો પ્રમાણે નવા નોંધાયેલા કેસમાં અમદાવાદ કોર્પોરેશનમાં 125, સુરત કોર્પોરેશનમાં 101, વડોદરા કોર્પોરેશનમાં 94, રાજકોટ કોર્પોરેશનમાં 70, સુરત-22, વડોદરા 27, રાજકોટ-20, મહેસાણા 17, કચ્છ-16, ગીર સોમનાથ-13, જામનગર કોર્પોરેશન-13, દાહોદ 12, જુનાગઢ-12, ખેડા-12, જુનાગઢ કોર્પોરેશન-10 અને પંચમહાલમાં-10 કેસ નોંધાયા હતા.

રાજ્યમાં આજે કુલ 851 દર્દી સાજા થયા હતા અને 47,506 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. આ સાથે રાજ્યમાં અત્યાર સુધીમાં 1,01,01,064 ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજ્યમાં સાજા થવાનો દર 95.10 ટકા છે.