રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 667 કેસ નોંધાયા છે. જેની સામે 899 દર્દીઓ સાજા થયા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોરોનાને કારણે 3 દર્દીઓના મોત થયા છે. રાજ્યમાં કુલ મૃત્યુઆંક 4332 થયો છે. આજે રાજ્યમાં કુલ 47,942 ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજ્યમાં સાજા થવાનો દર 94.92 ટકા છે.

રાજ્યમાં આરોગ્ય વિભાગે આપેલી વિગતો પ્રમાણે નવા નોંધાયેલા કેસમાં અમદાવાદમાં 133, સુરતમાં 120, સુરત જિલ્લામાં 37, વડોદરામાં 119, રાજકોટમાં 80, જૂનાગઢમાં 21, કચ્છ, ગાંધીનગરમાં 17-17, ભરુચમાં 16, જામનગર, ભાવનગરમાં 15-15, દાહોદ, મહેસાણામાં 14-14, આણંદ, ખેડામાં 10-10 સહિત કુલ 667 કેસ નોંધાયા છે.

રાજ્યમાં 24 કલાકમાં કોરોનાને કારણે 3 દર્દીઓના મોત થયા છે. અમદાવાદમાં 2 જ્યારે સુરતમાં 1 દર્દીનું મોત થયું છે. બીજી તરફ અમદાવાદ શહેરમાં 137, સુરતમાં 173, 26 વડોદરામાં 157, રાજકોટમાં 73, ગાંધીનગરમાં 28, દાહોદમાં 39, જૂનાગઢમાં 73, મોરબીમાં 27, સુરેન્દ્રનગરમાં 20 સહિત 899 દર્દીઓએ કોરોના વાયરસને મ્હાત આપી છે.

રાજ્યમાં અત્યારે કુલ 8359 દર્દીઓ એક્ટિવ પેશન્ટ તરીકે દાખલ છે, જેમાં 58 દર્દીઓ વેન્ટીલેટર પર છે. રાજ્યમાં 8301 દર્દીઓ સ્ટેબલ છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 2,37,222 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.