આહવા: દક્ષિણ ગુજરાતના ડાંગ અને સાપુતારામાં મેઘરાજા ૭ થી ૮ વાગ્યાની આસપાસ મન મુકીને વરસ્યાની માહિતી મળી રહી છે. સ્થાનિક લોકોનું કહેવું છે કે સવારથી ધુમ્મસવાળું વાતાવરણ છવાયેલું હતું અને સાંજ થતા વાદળ ઘેરાયા અને રાત્રી થતા ધોધમાર વરસાદ વરસવાનું ચાલુ થઇ ગયું

સુત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે જોઈએ તો આજે રાત્રે ૭ થી ૮ વાગ્યાની આસપાસ ધોધમાર વરસ્યો છે જેના કારણે ઉભેલા પાકો અને કેરીના ફળોના ઉત્પાદનમાં ઘણું નુકશાન સહન કરવું પડશે ની ચિંતામાં આ શિયાળામાં આવેલા કમોસમી વરસાદના કારણે ખેડૂતોમાં માં નિરાશ વ્યાપી ગઈ છે.

ખેડૂતોનું કહેવું છે કે આ વરસાદના કારણે આંબાના મોરને વધારે પ્રમાણમાં અસર થશે અને હાલમાં આ રોકડીયા ફળ પર જ આદિવાસી ખેડૂતોનો આર્થિક બાબતોમાં ભરોસો હતો જેના પર વરસાદે પાણી ફરાવી દીધું છે આ વરસાદના કારણે સ્થાનિક ગ્રામવાસીઓએ ઘણું નુકશાન સહન કરવાના દિવસો આવશેની ભીતી તેમને સતાવી રહી છે.