દિલ્હી:  વર્તમાન સમયમાં ચાલી રહેલા નવા કૃષિ કાયદા વિરુદ્ધ ખેડૂતોનું પ્રદર્શન આજે ૪૩મો દિવસ છે અને દિલ્હીની તમામ સરહદો પર અડગ ખેડૂતોઓ આજે ટ્રેક્ટર માર્ચ કાઢવાની ઘોષણા કરી છે. આંદોલન કરી રહેલા ખેડૂતો તેને ૨૬મી જાન્યુઆરીએ થનારી ટ્રેક્ટર પરેડનું રિહર્સલ કહી રહ્યા છે. ખેડૂતોએ ગણતંત્ર દિવસ પર દિલ્હી અને દેશના અન્ય ભાગોમાં ટ્રેક્ટર પરેડ કાઢવાની ચેતવણી સરકારને આપી દિધી છે.

આંદોલનમાં સક્રિય ભારતીય કિસાન યુનિયનના રાષ્ટ્રીય પ્રવક્તા રાકેશ ટિકૈતે કિસાન રેલી અંગે જાણ કરીને જણાવ્યું કે ટ્રેક્ટર રેલીનો એક જથ્થો ડાસનાથી અલીગઢવાળા રૂટ પર જશે જ્યારે બીજો જથ્થો નોઈડાથી પલવલ રૂટ પર જશે. અમે પ્રશાસનને અમારા રૂટ વિષે સૂચના આપી દેવામાં આવી છે. વધુમાં તેમણે કહ્યું કે ટ્રેક્ટર રેલી દિલ્હીમાં પ્રવેશ કરશે નહીં અને ડાસના તથા પલવલ સુધી યાત્રા કર્યા બાદ સંબંધિત સીમાઓ પર પૂર્ણ કરી દેવામાં આવશે.

જમુરી કિસાન સભાના મહાસચિવ કુલવંત સિંહ સંધૂએ કહ્યું કે સિંઘુ અને ટિકરી બોર્ડરથી કુંડલી-માનેસર-પલવલ કે વેસ્ટર્ન એક્સપ્રેસ વે સુધી સેંકડો ટ્રેક્ટર માર્ચ કરવામાં આવશે. બંને સીમાથી સેંકડો ટ્રેક્ટર લગભગ ૧૧ વાગે નીકળશે અને કેએમપી એક્સપ્રેસવે તરફ આગળ વધશે અને ત્યાંથી પોતાના શિબિરોમાં પાછા ફરશે. બીજી બાજુ ભારતીય કિસાન યુનિયન-ભાનુ સાથે જોડાયેલા ખેડૂત મહામાયા ફ્લાયઓવરથી ચિલ્લા બોર્ડર સુધી ટ્રેક્ટર માર્ચ કરશે. સરકાર સામે ખેડૂતોના આ ટ્રેક્ટર માર્ચ કાઢવાનો નિર્ણય નવા કાયદાના બીલને રદ કરવાના પરિણામ પર શું અસર પેદા કરશે એ આવનારો સમય જ નક્કી કરશે