નવી દિલ્હી : હાલમાં જ જાણીતી બનેલી ટ્રેક્ટર કંપની સોનાલિકા દ્વારા ભારતે રાષ્ટ્રીય ખેડૂત દિવસ નિમિત્તે ઇલેક્ટ્રિક ટ્રેક્ટર ટાઇગર ઇલેક્ટ્રિક લોન્ચ કરવામાં આવ્યું છે. આ શક્તિશાળી ઇલેક્ટ્રિક મોટરથી સજ્જ આ ટ્રેક્ટરનો દેખાવ ઘણો સારો છે. તેની શોરૂમમાં ૫.૯૯ લાખ રૂપિયાથી શરૂ થાય છે. એ બે ટન ટ્રોલી સાથે કામ કરતી વખતે ટોચની ગતિ ૨૪.૯૩ કિમી પ્રતિ કલાકની અને ૮ કલાકની બેટરી બેકઅપ પણ જોવા મળે છે.

આ ટ્રેક્ટરનું નિર્માણ ભારતમાં થયું છે પણ યુરોપમાં મોર્ડન ટેક્નોલોજીથી બનાવવામાં આવ્યું છે. અવાજ અને સારી ડ્રાઇવિંગ રેન્જના હેતુ માટે કંપનીએ બજારમાં ઇલેક્ટ્રિક ટ્રેકટરો રજૂ થયા છે. કંપનીએ તેમાં IP ૬ કમ્પ્લાઅન્ટ ૨૫..૫KW નેચરલ કૂલિંગ કોમ્પેક્ટ બેટરીનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

આ ટ્રેક્ટરની કિંમત ડીઝલ ટ્રેકટરોની તુલનામાં ઓછુ ખર્ચાળ હોવાનો કંપનીનો દાવો છે. તેને સરળતાથી ઘરેલું સોકેટથી પણ ચાર્જ કરી શકો છો. ફક્ત ૧૦ કલાકમાં આ ટ્રેક્ટરનો સંપૂર્ણ ચાર્જ થઇ જશે. એમાં ફરીથી અને ફરીથી ડીઝલ ભરવાનો પ્રયાસ ટળી જશે.

ખેડૂતો માટે આ ટ્રેક્ટર ખૂબ અનુકૂળ છે. તે ૨૪.૯૩ કિમી પ્રતિ કલાકની ટોચની સ્પીડ સાથે આઠ કલાકની બેટરી બેકઅપ આપશે. કંપની તેની સાથે ઝડપી ચાર્જિંગ સિસ્ટમ આપી રહી છે. હવે ખેડૂતો આ ટાઇગર ઇલેક્ટ્રિક ટ્રેક્ટર વિષે શું નિર્ણય લેશે એ જોવું રહ્યું.