કપરાડા તાલુકાના સુથારપાડાથી મહારાષ્ટ્ર ડાવલેશ્વરને જોડતો રસ્તો અતિમહત્ત્વનો છે, પરંતુ નાળાના કામોમાં કોન્ટ્રાક્ટર ધૂળ વાળી રેતી વાપરી નાળાની કામગીરી કરી રહ્યો છે, જેને લઈ સ્થાનિક લોકો રોષે ભરાયા છે, રેતીમાં માટીના ગઠ્ઠા દેખાય રહ્યા છે, જે રેતી બાંધકામમાં કોન્ટ્રાક્ટર વાપરી રહ્યો છે.

 

આસલોણા ગામના માજી સરપંચે અનેક રાજકીય નેતાઓ પાસે જઈ રૂબરૂ મુલાકાત કરી આ અંગે રજુઆત કરી તેમ છતાં કોઈ રાજકીય નેતાઓ ફરકયા સુધ્ધાં નહિ, ખરાબ માટી વાળી રેતી કોન્ટ્રાક્ટર વાપરી રહ્યો છે, આ રસ્તા ઉપરથી અનેક લોકોની અવર જવર રહે છે, એટલું જ નહીં મહારાષ્ટ્ર જતાં લોકો ને પણ આ રસ્તો ખુબજ મહત્ત્વનો છે, સરકારે 7 કરોડ જેટલી ફાળવેલી ગ્રાન્ટનો દૂર ઉપયોગ કોન્ટ્રાક્ટર દ્વારા કરવામાં આવી રહ્યો છે, ખરાબ કામ ને લઈ સ્થાનિક લોકોએ નેતાઓ ને આજીજી કરી રજુઆત કરી છતાં પણ કામમાં કોઈ સુધારો નથી, અને નાળાના કામોમાં વેઠ ઉતારવામાં આવી રહ્યો છે, આ રસ્તા તેમજ નાળાનું કામકાજ નાસિકની સીતારામ ઇન્ફ્રા પ્રા.લી નામની એજન્સી કામ કરી રહી છે, ધૂળ વાળી રેતી નાળાના કામોમાં વાપરી ને સરકારના રૂપિયા ગજવા ભરવાનો પ્રયાસ કોન્ટ્રાકટર દ્વારા થઈ રહ્યો છે.

સુથારપાડા થી વડોલી અને આસલોણા થઈને મહારાષ્ટ્ર સ્ટેટ હાઈવે ડાવલેશ્વર ગામને જોડતો 13 કિલોમીટર 7 કરોડ રૂપિયાનો અતિ મહત્ત્વનો રસ્તો વર્ષો બાદ સરકારે મંજૂર કર્યો છે, જે નાળાના બાંધકામ કરી રહેલા કામોમાં ધૂળવાળી રેતી નાસિક સીતારામ ઇન્ફ્રા પ્રો.પ્રા.લી એજન્સી વાપરી બોગસ કામ કરી ને ભ્રષ્ટાચાર કરી રહ્યો છે, આ રસ્તામાં આવતા નાળાના કામોમાં હલકીકક્ષાનો માલ મટીરીયલ વાપરી કોન્ટ્રાકટર બોગસ કામ કરી રહ્યો છે, તે બાબતે સ્થાનિક લોકોએ વિરોધ કર્યો છે, તેમ છતાં આ એજન્સી પોતાની મનમાની ચલાવી બોગસ કામ કરી રહી છે, જેને લઈ લોકોમાં ભારે રોષ ફેલાયો છે, આ એજન્સી 7 કરોડ રૂપિયાની સરકારની ગ્રાન્ટનો દૂર ઉપયોગ કરી રહી છે, નેતાઓને અનેક ફરિયાદો કરી છતાં સ્થળ ઉપર જઈને જોવાની તસ્તી લેતાં નથી, જેને લઈ સ્થાનિક લોકોમાં ભારે રોષ ફેલાય રહ્યો છે.

By બિપીન રાઉત