ગુજરાતમાં આજે કોરોના વાયરસ સંક્રમણના ૯૯૦ નવા કોરોનાના કેસ નોંધાયા છે. છેલ્લા થોડા દિવસોથી કોરોનાના કેસ ઘટતા જોવા મળી રહ્યા છે જે રાહતના સમાચાર છે. જોકે, રાજ્યમાં કોરોનાના થતા ટેસ્ટની સંખ્યા પણ ઘટી છે. દરરોજના મુકાબલે ૧૦ હજારથી વધુ ટેસ્ટ ઘટાડી દેવામાં આવ્યા છે. તો બીજી તરફ સાજા થવાનો દર ૯૩ ટકાને પાર પહોંચ્યો છે. રાજ્યમાં એક્ટિવ કેસ ઘટ્યા છે સાથે અમદાવાદ શહેરમાં પણ કોરોનાના કેસ ૨૦૦થી ઓછા નોંધાયા છે

પ્રેસનોટ અનુસાર, ગત ૨૪ કલાક દરમિયાન કોરોનાના ૯૯૦ નવા કેસ સામે આવ્યા છે. જેથી ગુજરાતમાં અત્યાર સુધીમાં ૨,૩૯,૧૯૫ દર્દીઓ નોંધાઇ ચૂક્યા છે. રાજ્યમાં કોરોનાથી સાજા થવાનો દર ૯૩.૬૯ ટકા થયો છે. તો ગુજરાતમાં આજે ૫૫,૬૯૮ ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેથી અત્યાર સુધીમાં કુલ ૯૨,૭૩ ૫૨૧ ટેસ્ટ કરવામાં આવ્યા છે. જોકે પહેલા કરતા કોરોનાના ટેસ્ટની સંખ્યા ઘટાડી દેવામાં આવી છે.

રાજ્યના સ્વાસ્થ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલી માહિતી અનુસાર, રાજ્યમાં આજે ૧૧૮૧ સાજા થયાં અને અત્યાર સુધીમાં કુલ ૨,૨૪,૦૯૨ દર્દીઓ સાજા થયાં છે. આજે કોવિડ-૧૯,થી ૮ દર્દીઓના મોત થવા પર રાજ્યમાં કોરોનાથી મૃત્યુ પામનારાઓની સંખ્યા વધીને ૪૨૬૨ થઇ ગઇ છે. તો હાલ ૧૦,૮૪૧ એક્ટિવ કેસ છે. જેમાંથી ૬૬ દર્દીઓ વેન્ટિલેટર પર છે.

રાજ્યમાં આજે અમદાવાદમાં ૩, સુરતમાં ૨, બનાસકાંઠામાં ૧, ગાંધીનગરમાં ૧ અને વડોદરામાં ૧ સાથે ૨૪ કલાક દરમિયાન કુલ ૮ લોકોના કોરોનાથી મોત થયા છે. ત્યારે છેલ્લા કેટલાક મહિનાઓથી સૌથી વધુ દર્દીઓના અમદાવાદમાં મૃત્યુ થઇ રહ્યા છે.

રાજ્યમાં આજે જિલ્લાવાર નોંધાયેલા કોરોનાના પોઝિટિવ કેસની વિગત જોઈએ તો પોઝિટિવ કેસ અમદાવાદ ૨૦૫ સુરત ૧૭૧ વડોદરા ૧૨૫ ગાંધીનગર ૩૦ ભાવનગર ૨૩ બનાસકાંઠા ૧૮ જામનગર ૧૬ ભરૂચ ૧૯ સાબરકાંઠા ૧૦ ગીર સોમનાથ ૫ દાહોદ ૨૮ છોટા ઉદેપુર ૫ કચ્છ ૩૧ નર્મદા ૩ દેવભૂમિ દ્વારક ૩ વલસાડ ૩ નવસારી ૮ જૂનાગઢ ૧૬ પોરબંદર ૧ સુરેન્દ્રનગર ૧૯ મોરબી ૭ તાપી ૩ ડાંગ ૦ અમરેલી ૭ જોવા મળે છે.