પ્રતિકાત્મક ફોટોગ્રાફ્સ

બ્રિટનમાં કોરોનમાં નવો પ્રકાર જોવા મળ્યો છે. જેને લઈ બ્રિટન સરકારે ઈન્ટરનેશનલ ફ્લાઇટ સેવા 31 તારીખ સુધી બંધ કરી છે.ત્યારે અમદાવાદ એરપોર્ટ થી લંડન આવતી જતી ફ્લાઇટ 31 ડિસેમ્બર સુધી બંધ કરવામાં આવી છે.આજે અમદાવાદ એરપોર્ટ થી 3 કલાકે લંડન જતી ફ્લાઇટ રદ કરવામાં આવી છે. તો લંડનથી આવતી ફ્લાઇટ 10.45 કલાકે અમદાવાદ એરપોર્ટ પણ લેન્ડ કરી હતી. લંડનથી ફ્લાઈટમાં 249 પ્રવાસીઓ અને 22 એરલાઇન્સનો સ્ટાફ આવ્યા હતા.તમામનો અમદાવાદ એરપોર્ટ પર RT PCR સ્ટેટ કરાવવામાં આવ્યા હતા. જોકે, આ મુસાફરોમાંથી 5 વ્યક્તિ કોરોના પોઝિટિવ આવતા તંત્રની આશંકા સાચી ઠરી છે.

પોઝિટિવ આવેલા મુસાફરો પૈકીના 4 મુસાફરો ગુજરાતી છે જ્યારે 1 બ્રિટિશન નાગરિક છે. તંત્ર દ્વારા તમામના આર.ટી.પી.સી.આર ટેસ્ટ કરી અને તેમને રિઝલ્ટ ન આવે ત્યાં સુધી એરપોર્ટ પર જ રાખવામાં આવ્યા હતા. જોકે, આ પૈકી 5 પોઝિટિવ આવતા તંત્રની આશંકા સાચી ઠરી છે. એક બાજુ સરકારે યુકે સાથે 31મી ડિસેમ્બર સુધી ફ્લાઇટ વ્યવહાર બંધ કરી દીધો છે જેના પગલે ડરનો માહોલ છે.

પોઝિટિવ આવેલા દર્દીઓને એસવીપી હૉસ્પિટલમાં સારવાર માટે એડમીટ કરવામાં આવ્યા છે. ભારત સરકાર દ્વારા એરપોર્ટ પર યુકેથી આવેલી ફ્લાઇટના મુસાફરોને ચેકાઆઉટ કરાવવા માટેની એક એસઓપી તૈયારીમાં બહાર પાડવામાં આવી હતી. આ એસઓપીના આધારે જ અમદાવાદ એરપોર્ટ પર કામગીરી હાથ ધરાઈ હતી. સ્વાસ્થ્ય મંત્રાલયે મંગળવારે કહ્યું કે બ્રિટનમાં ફેલાઇ રહેલા કોરોના વાયરસના નવા પ્રકારથી બીમારીની ગંભીરતા પર અસર પડી રહી નથી અને તેનાથી મૃત્યુદર વધી રહ્યો નથી.