વલસાડ જિલ્લા એસ.પી ડૉ.રાજદીપ સિંહ ઝાલા દ્વારા PSIની બદલી કરવામાં આવી હતી, જે પૈકી નાનાપોંઢા PSI ડી.જે બારોટની બદલી પારડીના સેકન્ડ PSI તરીકે કરવામાં આવી, જ્યારે નાનાપોંઢા પોલીસ મથકે PSI આર.જે ગામીતને લાવવામાં આવ્યા છે, ત્યારે આજે નાનાપોંઢા પોલીસ મથકે PSI ડી.જે બારોટનો વિદાય સન્માન સમારોહ યોજાયો, જ્યારે નવા આવેલા PSI આર.જે ગામીતનું સ્વાગત કરવામ આવ્યું હતું.

નાનાપોંઢા પોલીસ મથકે યોજાયેલા કાર્યક્રમમાં કપરાડા તાલુકા ભાજપ પ્રમુખ રમેશભાઈ ગાંવીત, એ.પી.એમ.સી ચેરમેન મુકેશભાઈ પટેલ, નાસીર પઠાણ વગેરે અગ્રણીઓએ હાજરી આપી તેમણે જણાવ્યું કે, PSI ડી.જે બારોટના સમયમાં અનેક મોટા ગુન્હા ડિટેકટ કરવામાં આવ્યા, તેમજ લોકડાઉનના સમયમાં નાનાપોંઢા વિસ્તારમાં અનેક સામાજિક કામગીરી પણ કરવામાં આવી હતી, તેમના જેવા નિષ્ઠાવાન પોલીસ કર્મી દરેક પોલીસ મથકને મળવાએ ખૂબ સારી વાત છે, તો બીજી તરફ આજે નવા બદલી થઈને વાપીથી આવેલા PSI આર.જે ગામીતને પુષ્પ ગુચ્છ આપી સ્વાગત કરવામાં આવ્યું હતું, વધુમાં લોકોએ પોલીસની કામગીરીમાં સાથ સહકાર આપવા માટે પણ જણાવ્યું હતું.

By.બિપીન રાઉત