દક્ષિણ ગુજરાત: સરકારના ત્રણ કૃષિ કાયદાઓ પરત ખેંચવાના મામલે હરિયાણા, પંજાબ, રાજસ્થાન અને ઉત્તરપ્રદેશના લાખો ખેડૂતો દિલ્હી કૂચ કરી રહ્યા છે. ત્રણેય કાયદાઓ પરત ખેંચવા મુદ્દે કેન્દ્ર સરકાર સાથે ચાર બેઠકો યોજાયા પછી સરકારે કોઇ નિર્ણય નહીં લેતા ભારતીય કિસાન યુનિયને ૮ ડિસેમ્બરના રોજ ભારત બંધનુ એલાન આપ્યું છે. આ બંધના એલાનમાં ગુજરાત ખેડૂત સમાજ અને ગુજરાત કિસાન સભા દ્વારા અમદાવાદમાં ગુજરાતના ૨૨ ખેડૂત સંગઠનોના આગેવાનોની બેઠક યોજવામાં આવી હતી.

સુરતના કોર્પોરેટર અસલમ સાયકલવાલાની સુરત પોલીસ દ્વારા ધરપકડ કરાઇ છે. અસલમ સાયકલવાલાએ કહ્યુ કે, ‘ભાજપ હમસે ડરતી હૈ પોલીસ કો આગે કરતી હૈ… ખેડૂત માટેના અન્યાયી કાળા કાયદા વિરુદ્ધ ખેડૂત સંગઠનો દ્વારા અપાયેલ આજના “ભારત બંધ” માં કોંગ્રેસનો સંપૂર્ણ ટેકો અને સમર્થન હોય ગુજરાતની શ્રી વિજયભાઈ રૂપાણીની સરકાર રીતસરની ડઘાઈ ગઈ. હાલ મને રાઠી પેલેસ, રિંગ રોડ ખાતેથી સલાબતપુરા પોલીસ પ્રિવેન્શન એકટ મુજબ ધરપકડ કરી પોલીસ સ્ટેશન ખાતે લાવ્યા છે. જય કિસાન.. જય કોંગ્રેસ..

હાલમાં ‘ભારત બંધ’ના સમર્થનમાં કોંગ્રેસ કાર્યકરો સુરત બંધ કરાવવા રોડ પર આવ્યા છે. જેના પગલે સુરતના માજી કોર્પોરેટર કોંગ્રેસ ઉપપ્રમુખ શ્રી અસદ કલ્યાણી અને તેના સાથી કાર્યકરોની ટેક્ષટાઇલ માર્કેટ પાસેથી સલાબતપુરા પોલીસે ધરપકડ કરવામાં આવી હતી. દક્ષિણ ગુજરાતના વિસ્તારોના વિરોધી પક્ષના મોટાભાગના જેમ કે BTSના નવસારીના પ્રમુખ પંકજ પટેલ કોંગ્રેસના નેતા અનંત પટેલ વગેરે નેતાઓની અટકાયત કરવામાં આવી હતી

સુરત જિલ્લા ટેક્સટાઈલ માર્કેટિંગ ટ્રાન્સપોર્ટ લેબર યુનિયનના પ્રમુખ ઉમાશંકર મિશ્રા અને પ્રવક્તા શાન ખાન જણાવે છે કે, ખેડૂતોની આ લડતમાં સુરતા કાપડ ઉદ્યોગ સાથે સંકળાયેલા કામદારો અને યુનિયનો પણ તેમની સાથે છે. જેના માટે અમે ૩ સંગઠનોએ મળીને ખેડૂતોના આંદોલનને સમર્થન આપવાનો નિર્ણય કર્યો છે. જ્યારે ટ્રાન્સપોર્ટ એસોસિએશનના સંજય પાટીલે જણાવ્યુ હતુ કે, અમારો ટેકો ખેડૂતોને છે પરંતુ સરકારનો કોઈ વિરોધ નથી.

વિપક્ષી નેતા પરેશ ધાનાણીએ જણાવ્યું છે કે ૮ ડિસેમ્બરના રાષ્ટ્રવ્યાપી બંધના એલાનને કોંગ્રેસે સંપૂર્ણ રીતે સમર્થન આપવાનું નક્કી કર્યુ છે. સહકારી સંસ્થાઓ સામાજિક, વ્યાપારિક સંસ્થાઓ, શ્રમિકો અને ટ્રાન્સપોર્ટ સંગઠનો આજના બંધમાં જોડાઇ તેવી બન્ને આગેવાનોએ અપીલ કરી છે.