પ્રતિકાત્મક ફોટોગ્રાફ્સ

કેન્દ્રના નવા કૃષિ કાયદાઓની વિરુદ્ધ ખેડૂત આંદોલન ચાલી રહ્યા છે. ખેડૂતોએ આજે 8 ડિસેમ્બરે ભારત બંધનું એલાન આપ્યું છે. આ આંદોલનમાં પંજાબ, હરિયાણા, ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ સહિત અનેક રાજ્યોના ખેડૂતો સામેલ થયા છે. ખેડૂતોના વિરોધ પ્રદર્શનને જોતાં ભારતીય રેલવે એ કેટલીક ટ્રેનોને રદ કરી દીધી છે તો કેટલાકના રૂટ ડાઇવર્ટ કરી દીધા છે. બીજી તરફ, કેટલીક ટ્રેનોને આંશિક કરી રદ પણ કરી દેવામાં આવી છે.

રેલવેએ જે ટ્રેનોને આંશીક રીતે રદ કરી છે તેઅ અડધા રસ્તામાં જ ટર્મિનેટ થઈ જાય છે. ત્યારબાદ કોઈ સ્થળથી ફરી શરૂ થાય છે. રેલવેએ અજમેરથી અમૃતસર જનારી ટ્રેન નંબર 09613 સ્પેશલ એક્સપ્રેસ ટ્રેન 8 ડિસેમ્બરે રદ કરી દીધી છે. બીજી તરફ, અમૃતસરથી અજમેર પરત ફરનારી ટ્રેન નંબર 09612 સ્પેશલ એક્સપ્રેસ ટ્રેન 9 ડિસેમ્બરે રદ રહેશે. રેલવેએ જણાવ્યું કે ડિબ્રૂગઢથી અમૃતસર જનારી ટ્રેન નંબર 05211 સ્પેશલ એક્સપ્રેસ ટ્રેન 8 ડિસેમ્બરે અને ડિબ્રૂગઢથી પરત ફરનારી ટ્રેન નંબર 05212 સ્પેશલ એક્સપ્રેસ ટ્રેન 10 ડિસેમ્બરે રદ રહેશે. આ ઉપરાંત અમૃતસર-જયનગર એક્સપ્રેસ (04650) ટ્રેન 8 ડિસેમ્બરે ડ્રાઇવર્ટ કરી દેવામાં આવી છે. આ ટ્રેન અમૃતસર-તરનતારન-બીસ થઈને પસાર થશે.

આ ટ્રેનો આંશિક રીતે રદ રહેશે

નાંદેડ-અમૃતસર એક્સપ્રેસ (02715) સ્પેશલ ટ્રેન 8 ડિસેમ્બરે નવી દિલ્હીમાં જ ટર્મિનેટ થઈ જશે.
10 ડિસેમ્બરે અમૃતસર-નાંદેડ એક્સપ્રેસ (02716) નવી દિલ્હીથી જ શરૂ થશે.
બાંદ્રા ટર્મિનસ-અમૃતસર એક્સપ્રેસ (02925) સ્પેશલ ટ્રેન 8 ડિસેમ્બરે ચંદીગઢમાં જ ટર્મિનેટ થઈ જશે.
અમૃતસર-બાંદ્રા ટર્મિનસ એક્સપ્રેસ (02926) સ્પેશલ ટ્રેન 10 ડિસેમ્બરે ચંદીગઢથી જ શરુ થશે.
જયનગર-અમૃતસર એક્સપ્રેસ (04651) સ્પેશલ ટ્રેન 8 ડિસેમ્બરે અંબાલાથી ટર્મિનેટ થઈ જશે.
અમૃતસર-જયનગર એક્સપ્રેસ (04652) સ્પેશલ ટ્રેન 9 ડિસેમ્બરે અંબાલાથી જ શરૂ થશે.
કોલકાતા-અમૃતસર એક્સપ્રેસ (02357) સ્પેશલ ટ્રેન 8 ડિસેમ્બરે અંબાલામાં જ ટર્મિનેટ થઈ જશે.
અમૃતસર-કોલકાતા એક્સપ્રેસ (02358) સ્પેશલ ટ્રેન 10 ડિસેમ્બરે અંબાલાથી જ શરૂ થશે.
કોરબા-અમૃતસર એક્સપ્રેસ (08237) સ્પેશલ ટ્રેન 8 ડિસેમ્બરે અંબાલામાં જ ટર્મિનટ થઈ જશે.
અમૃતસર-કોરબા એક્સપ્રેસ (08238) સ્પેશલ ટ્રેન 10 ડિસેમ્બરે અંબાલાથી જ શરૂ થશે.
ડિબ્રૂગઢ-અમૃતસર એક્સપ્રેસ (05933) સ્પેશલ ટ્રેન 8 ડિસેમ્બરે અંબાલામાં જ ટર્મિનેટ થઈ જશે.
અમૃતસર-ડિબ્રૂગઢ એક્સપ્રેસ (05934) સ્પેશલ ટ્રેન 11 ડિસેમ્બરે અંબાલાથી જ શરૂ થશે.

Bookmark Now (0)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here