વલસાડ જીલ્લાના કપરાડા તાલુકાના આદિવાસી વિસ્તારોના સુથારપાડા ગામના મુખ્ય રસ્તાથી આસ્લોણા તરફ જતાં નવા બનતા રસ્તામાં કોન્ટ્રાકટર દ્વારા વેઠ ઉતારતા હોવાની ફરિયાદ લોકો દ્વારા કહેવામાં આવી રહ્યું છે. હાલમાં બની રહેલો આ નવો રસ્તો અંદાજિત ૧૨ કિલોમીટર જેટલો સ્ટેટ હાઈવે માંથી મંજુર કરવામાં આવ્યો છે આ રસ્તા ઉપર નાળા બનાવવાની કામગીરીમાં હલકી કક્ષાનો માલ મટીરીયલ કોન્ટ્રાકટર વાપરતાં હોવાની ફરિયાદ લોકો દ્વારા ઉઠાવવામાં આવી રહી છે.
મળતી માહિતી મુજબ રસ્તામાં નાખવામાં આવી રહેલા નાળા અમુક જગ્યાઓ પર જુના નાળા પર જ સાઈડ બાંધકામ અપનાવી લેવામાં આવી રહ્યું છે. તો કેટલીક જગ્યાએ અંદરથી તૂટી ગયેલા નાળાનો પણ ઉપયોગ થઇ રહ્યો છે જેથી વર્તમાન સમયમાં બની રહેલો આ રસ્તોની ટકાઉ ક્ષમતા ઓછી થઇ જશે જેના કરને આવનારા એક-બે વર્ષમાં આ રસ્તો મૂળ હાલતમાં પાછો ફેરવાય જશે.
આમ સરકાર દ્વારા ફાળવાયેલા આ પબ્લિકના કરોડો રૂપિયાની ગ્રાંટ કોન્ટ્રાક્ટરના ખિસ્સામાં જશે અને રસ્તો એક-બે વર્ષ દરમિયાન ખરાબ હાલતમાં જોવા મળશે. હાલમાં આ રસ્તામાં ઉપયોગમાં લેવામાં આવી રહેલા નાળાઓ, રેતી, કપચી, ગ્રીટ વગેરે માલ મટીરીયલ હલકી કક્ષા છે. લોકો આક્ષેપ કરી રહ્યા છે કે રસ્તા બનાવતા કોન્ટ્રાક્ટરો, સ્થાનિક નેતાઓ તેમજ અધિકારીઓ સાથે મિલીભગત થઇ રહી છે.
કપરાડા સુથારપાડાના લોકો માંગ કરી રહ્યા છે કે આ ફાળવાયેલા કરોડો રૂપિયાના રસ્તાનું કામ વ્યવસ્થિત રીતે કોઈપણ પ્રકારનો ભષ્ટ્રાચાર ન આચરવામાં આવે. આ રસ્તાનું જવાબદાર અધિકારીઓના નજરો હેઠળ બનાવવામાં આવે એવા લોકો નિર્ણયનો અવાજ ઉઠી રહ્યો છે.