કૃષિ કાયદાના વિરોધમાં છેલ્લા કેટલાક દિવસોથી દિલ્હી, પંજાબ, હરિયાણા સહિત દેશના અન્ય પ્રાંતોના ખેડૂતો ભારે ઉગ્ર આંદોલન પર ઊતરી આવ્યા છે ત્યારે ખેડૂતોના સમર્થનમાં હવે ગુજરાતના જૂનાગઢનો યુવાન પણ આગળ આવ્યો છે. ધરમ હદવાણી નામનો યુવાન સોમનાથ થી દિલ્હી બાઈક યાત્રા કરીને ખેડૂત સુધારેલા કૃષિ કાયદાના વિરોધમાં આંદોલન પર ઉતર્યા છે. તેમને તેનું સમર્થન આપવા માટે સોમનાથ થી દિલ્હી જવા રવાના થયો હતો.

ધરમ હદવાણી નામનો યુવાન સોમનાથ થી દિલ્હી સુધીની બાઈક યાત્રા પર નીકળી ચૂક્યો છે. ખેડૂતોના સમર્થનમાં બહાર આવેલા યુવાને દેશના પ્રત્યેક વ્યક્તિને ખેડૂતોના સમર્થનમાં બહાર આવવા તેમજ જે સુધારેલા કૃષિ કાયદો છે. તેનો વિરોધ કરીને જગતના તાતના સમર્થનમાં ઉભા રહેવા વિનંતી કરી હતી.

વધુમાં જણવ્યું હતું કે ખેડૂત સમગ્ર વિશ્વનું પેટ ભરી રહ્યો છે ત્યારે આજે ખેડૂત ખૂબ મોટી સમસ્યામાં ફસાયેલો જોવા મળી રહ્યો છે. ખેતી અને જમીન બચાવવા માટે ઝઝૂમી રહેલા ખેડૂતો અંતિમ પ્રયાસના ભાગરૂપે આજે દિલ્હીમાં આંદોલન પર ઊતરી આવ્યા છે. ત્યારે ખેડૂત આપણું પોષણ કરી રહ્યો છે તે પોતાની જમીન અને ખેતી બચાવવાનું જે આંદોલન કરી રહ્યા છે. તેમાં રાષ્ટ્રનો પ્રત્યેક નાગરિક ખેડૂતોના સમર્થનમાં બહાર આવે અને તેને ટેકો આપે તેવું આહવાન જૂનાગઢના યુવાન ખેડૂત પુત્રે કરી છે.