ભારત બંધના આવતી કાલના એલાન પહેલા આજે મુખ્યમંત્રી વિજયભાઈ રુપાણીએ પત્રકાર પરીષદ બોલાવી હતી. તેમણે જણાવ્યું કે ખેડૂત આંદોલનના નામે રાજકારણ શરુ થયાની વાત મુખ્યમંત્રીએ પોતાના સંબોધનમાં કહી હતી.

આ આંદોલનના નામ રાજકારણ કરવાથી કોંગ્રેસ ખુલ્લી પડી ચુકી છે. ખેડૂત આંદોલન પાછળ કોંગ્રેસનો હાથ છે. આ તકે મુખ્યમંત્રીએ કોંગ્રેસના ૨૦૧૯ના ચુંટણી ઢંઢેરાની યાદ અપાવી અને કહ્યું કે આ કાયદામાં ફેરફાર જરૂરી છે પરંતુ હવે ભાજપ સરકારે આ કરી બતાવ્યું તો કોંગ્રેસ ખેડૂતોને ગેરમાર્ગે દોરવામાં આવી રહ્યા છે.

મુખ્યમંત્રી રુપાણીએ આજે પત્રકાર પરીષદમાં વિપક્ષોના APMC એક્ટમાં ફેરફાર કરવાની માંગણીના ટ્વીટ, નિવેદનનો ઉલ્લેખ કર્યો હતો. પરંતુ હવે કોંગ્રેસ ખેડૂતોને ભડકાવી રહી છે. હવે જે એક્ટ ખતમ કરવાની વાત કરે છે તે વાજબી નથી. ખરા સુચનો સરકાર આવકારી રહી છે. હવે આ આંદોલન ખેડૂતોના નામ ચલાવાતું રાજકીય આંદોલન બની ગયું છે. આંદોલનમાં ગુજરાતના ખેડૂતો ચિત્રમાં નથી રાજકીય પક્ષો આંદોલન કરી રહ્યા છે.

બંધના નામે આવતી કાલે કાયદો વ્યવસ્થા ન બગડે તે વાત ધ્યાનમાં રખાશે. પુરતો બંદોબસ્ત વ્યવસ્થા કરવામાં આવશે અને રાજ્યમાં કોઈ રાજ્યની શાંતિ ડહોળવાનો પ્રયાસ કરશે તો કડક કાર્યવાહી થશે. આવતી કાલે ગુજરાત બંધ નહિ ચાલું જ રહશે નો નિર્ણય લીધો છે.